Site icon Revoi.in

રાજ્યસભાઃ નારી શક્તિ વંદન એક્ટ 2023 પર ચર્ચા દરમિયાન પેનલમાં 13 મહિલા સભ્યોને નોમિનેટ કરાયાં

Social Share

નવી દિલ્હીઃ લોકસભામાં મહિલા આરંક્ષણ બિલ પાસ થયા બાદ આજે મોદી સરકાર દ્વારા રાજ્યસભામાં બિલ રજુ કરવામાં આવ્યું હતું. જેની ઉપર વિવિધ પક્ષના નેતાઓ દ્વારા લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. એક ઐતિહાસિક પગલામાં, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ, જગદીપ ધનખરે આજે રાજ્યસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ, 2023 પર ચર્ચા દરમિયાન 13 મહિલા રાજ્યસભા સભ્યોની વાઇસ-ચેરપર્સન પેનલનું પુનર્ગઠન કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પદ પર તેમની હાજરી સમગ્ર વિશ્વમાં એક શક્તિશાળી સંદેશ મોકલશે અને તે એ વાતનું પ્રતીક હશે કે પરિવર્તનની આ વોટરશેડ ક્ષણ દરમિયાન તેઓ ‘પ્રભાવશાળી સ્થિતિમાં’ હતા. ઉપાધ્યક્ષોની પેનલમાં શ્રીમતી પી.ટી. ઉષા, શ્રીમતી એસ. ફાંગનોન કોગ્નેક, શ્રીમતી જયા બચ્ચન, સુશ્રી સરોજ પાંડે, શ્રીમતી રજની અશોકરાવ પાટીલ, ડૉ.ફૌઝિયા ખાન, સુશ્રી ડોલા સેન, સુશ્રી ઇન્દુ બાલા ગોસ્વામી, ડૉ. કનિમોઝી NVN સોમુ, સુશ્રી કવિતા પાટીદાર,  શ્રીમતી મહુઆ માજી, ડૉ. કલ્પના સૈની અને શ્રીમતી સુલતા દેવને સ્થાન આપવામાં આવ્યું છે.

મહિલાઓને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં 33 ટકા આરક્ષણ આપતુ બિલ મોદી સરકાર દ્વારા લોકસભામાં ગઈકાલે રજુ કરવામાં આવ્યું હતું. જેમાં લંબાણપૂર્વકની ચર્ચા બાદ મોડી સાંજે મતદાન યોજાયું હતું. જેમાં ગૃહમાં હાજર સભ્યો પૈકી 454 સભ્યોએ સમર્થનમાં મતદાન કર્યું હતું. જ્યારે બે સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. લોકસભામાં બહુમતિથી બિલ પાસ થયા બાદ ગુરુવારે રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું છે. મોદી સરકારના આ બિલની સમગ્ર દેશની મહિલાઓએ પણ આવકાર્યું છે.