અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને અજય ભારદ્વાજનું નિધન થતા રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠકો ઉપર ચૂંટણી યોજવાનો ચૂંટણીપંચ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ બંને બેઠકો ઉપર તા. 1લી માર્ચના રોજ મતદાન યોજાશે. આ અંગે ચૂંટણીપંચ દ્વારા જેહરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે આગામી તા. 1લી માર્ચના રોજ મતદાન યોજાશે. આ માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બંને બેઠક પર અલગ અલગ ચૂંટણી થશે એટલે કે એક ધારાસભ્ય બે મત આપી શકશે. ભાજપનું સંખ્યાબળ વધારે હોવાના કારણે બંને બેઠક ભાજપને મળી શકે છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં ભાજપના રાજ્યસભાના સભ્ય અજય ભારદ્વાજ અને કોંગ્રેસના આગેવાન અહેમદ પટેલનું અવસાન થયું હતું. જેથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠકો ઉપર તા. 1લી માર્ચના રોજ મતદાન યોજાશે.