રાજ્યસભા ચૂંટણીઃ છ રાજ્યોની 13 બેઠકો માટે 31મી માર્ચના રોજ મતદાન
નવી દિલ્હીઃ રાજ્યસભામાં આગામી દિવસોમાં કેટલાક સભ્યોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જેથી ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યસભાની 6 રાજ્યોની 13 બેઠકો માટે આગામી 31મી માર્ચના રોજ ચૂંટણી યોજાશે.
સુત્રોના જણાવ્યા અનુસાર અસમની બે બેઠકો માટે ચૂંટણી યોજાશે. રાની નારાહ અને રિપુન બોરાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં આનંદ શર્મા, એકે એન્ટની, એમવી શ્રેયમ્સકુમાર અને સોમ પ્રસાદનો તા. 2 એપ્રિલના રોજ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ઉપરાંત નાગાલેન્ડમાં કેજી કેન્યે, ત્રિપુરામાં શ્રીમતી ઇરનાદાસ વૈદ્યનો પણ કાર્યકાળ 2 એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. જ્યારે પંજામાં સુખદેવસિંહ, પ્રતાપસિંહ બાજવા, શ્વેત મલિક, નરેશ ગુજરાલ અને શમશેરસિંહ ઢુલોનો તા, 9મી એપ્રિલના રોજ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી 6 રાજ્યોની 13 રાજ્યસભા બેઠક માટે આગામી 31મી માર્ચના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવુ આયોજન ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવ્યું છે.