Site icon Revoi.in

રાજ્યસભામાં શિયાળુ સત્રમાં 17 બિલ પાસ થયા

Social Share

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થઈ ગયું છે ગત 4 ડિસેમ્બરના રોજ શિયાળુ સત્ર શરુ થયું હતું અને 22મી ડિસેમ્બર સુધી ચાલવાનું હતું. સંસદની સુરક્ષા ચૂકને લઈને વિપક્ષના સાંસદોએ હંગામો મચાવીને 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકસભાની સાથે રાજ્યસભામાં પણ હંગામો મચાવ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીશ ધનખંડની મિમિક્રીને લઈને સભ્યોને સસ્પેન્ડ કરવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. સંસદનું સત્ર સમાપ્ત થયા બાક રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડએ જણાવ્યું હતું કે, આ સત્ર યુઝફુલ રહ્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દુર કર્યા બાદ લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓના આરક્ષણ માટે બિલ પાસ કરવાની પ્રશંસા કરી છે.

સંસદનું સત્ર સમાપ્ત થતા જગદીપ ધનખડએ જણાવ્યું હતું કે, આ સત્રમાં લોકસભામાં કુલ 18 અને રાજ્યસભામાં 17 વિધેયક પસાર થયાં છે. મુખ્ય વિધેયકોમાં ત્રણ આપરાધિક વિધેયકોની સાથે જમ્મુ-કાશ્મીર આરક્ષણ વિધેયક, જમ્મુ અને કાશ્મીર પુનગઠન વિધેયક, ચુટણી આયુક્તોની નિમણુંક વિધેયક, દુરસંચાર વિધેયક, ડાકઘર વિધેયક, પ્રેસ અને પીરિયોડિકલ્સ રજિસ્ટ્રેશન વિધેયકનો સમાવેશ થાય છે. રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડએ જણાવ્યું હતું કે, શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભાની ઉત્પાદકતા 79 ટકા રહી છે, આ સદનમાં રાજ્યસભામાં 14 બેઠકોમાં 65 કલાક કામ કરવામાં આવ્યું હતું, જેમાં 2300થી વધારે સવાલોના જવાબ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 4300થી વધારે દસ્તાવેજ પટલ ઉપર રાખવામાં આવ્યા હતા. વર્ષ 2024માં સમગ્ર રાષ્ટ્ર નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવશે. આ સાથે સદનની સકારાત્મલ ભૂમિકા રહેશે.