રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરને મળ્યું એર ઓપરેટર સર્ટિફિકેટ,આ મહિનેથી શરૂ થઈ શકે છે સેવા
- અકાસા એરને મળ્યું એર ઓપરેટર સર્ટિફિકેટ
- રિસાયકલ પોલિએસ્ટર ફેબ્રિકથી બનેલો ડ્રેસ
- Akasa Airની ફ્લાઇટ સેવાઓ આ મહિને થઈ શકે છે શરુ
મુંબઈ:બીગ બુલ તરીકે જાણીતા પીઢ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા દ્વારા સમર્થિત અકાસા એર વિશે મોટા સમાચાર આવ્યા છે.ગુરુવારે ઉડ્ડયન નિયમનકાર DGCA એ કંપની માટે એરલાઇન લાઇસન્સ (એર ઓપરેટર પ્રમાણપત્ર) મેળવ્યું છે.આ પછી, હવે એરલાઇન વિમાનોનું સંચાલન શરૂ કરી શકે છે.
અહેવાલ મુજબ, એરલાઈને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે,આ લાઇસન્સ મેળવવું અમારા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે અમને અમારી ફ્લાઈટ્સ ખોલવા અને વ્યવસાયિક કામગીરી શરૂ કરવાની મંજૂરી આપે છે. નિવેદન અનુસાર, એરલાઈને બ્રાન્ડિંગ માટે સનરાઈઝ ઓરેન્જ અને પેશનેટ પર્પલ રંગો પસંદ કર્યા છે, જે હૂંફ અને ઉર્જા દર્શાવે છે.
તેના ક્રૂ યુનિફોર્મનો ફર્સ્ટ લુક જાહેર કરતા, Akasa Airએ કહ્યું કે કસ્ટમ ટ્રાઉઝર અને જેકેટ્સ રજૂ કરનાર તે પ્રથમ ભારતીય એરલાઇન છે. અકાસા એરના ક્રૂ મેમ્બરો માટે બનાવેલા કપડાં ઇકો-ફ્રેન્ડલી છે. વાસ્તવમાં આ ડ્રેસ રિસાયકલ પોલિએસ્ટર ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો છે.