રાજકોટમાં હનુમાન ચાલાસાવાળી રાખડી બનાવાઈ, પીએમ મોદીને મોકલાશે
અમદાવાદઃ ભાઈ-બહેનના પવિત્ર સંબંધના પર્વ રક્ષાબંધનની અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉજવણી માટે બહેનોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ બજારમાંથી રાખડીઓ ખરીદી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં એક એવી રાખડી બનાવવામાં આવી છે, જેમાં તમને સંપૂર્ણ હનુમાન ચાલીસા જોવા મળશે. રક્ષાબંધન તહેવારમાં અવનવી રાખડીઓ જોવા મળતી હોય છે ત્યારે રાજકોટના હીનલ રામાનુજે હનુમાન ચાલીસા લખેલી રાખડી બનાવી છે. આ રાખડીને બનાવતા 2 મહિનાનો સમય લાગ્યો હતો. ભાઈની રક્ષા માટે બહેન રાખડી બાંધતી હોય છે, ત્યારે આ રક્ષારૂપી રાખડીમાં જો હનુમાન ચાલીસાનો સમાવેશ કરાય તો એ રાખડીનું મૂલ્ય જ ન આંકી શકાય. પોતે બનાવેલી આ રાખડીને હિનલ રામાનુજ પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોકલશે.
રક્ષાબંધન તહેવારમાં અવનવી રાખડીઓ જોવા મળતી હોય છે.ત્યારે રાજકોટ શહેરના હીનલ રામાનુજે એક એવી રાખડી બનાવી છે. જેની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે.રાજકોટના હિનલ રામાનુજે હનુમાન ચાલીસા લખેલ રાખડી બનાવી છે.જે રાખડી બનાવતા તેને લાગ્યો 2 મહિનાનો સમય લાગ્યો છે.
રક્ષાબંધન સનાતન ધર્મનો મહત્વનો તહેવાર છે. જે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. ત્યારે રક્ષારૂપી રાખડીમાં હનુમાનજીનો ફોટો મુકવામાં આવ્યો છે.હનુમાનજી ના ફોટો નીચે સંપુર્ણ હનુમાન ચાલીસા સમાઈ શકે તે માટે કાર્ડ પર હનુમાન ચાલીસા વાંચી શકાય તે રીતે પ્રિન્ટ કરાવી મુકવામાં આવી છે.
હીનલ રામાનુજનું કહેવું છે આપણને આપણા ધર્મ પ્રત્યે ગર્વ હોવો જોઈએ અને ઘરે ઘરે હનુમાન ચાલીસા લોકો વાંચે અને ભગવાનનું સ્મરણ કરે તે મુખ્ય આશય છે.રાજકોટના હિનલ રામાનુજે બનાવેલ હનુમાન ચાલીસાની રાખડી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ મોકલવામાં આવશે.