Site icon Revoi.in

રક્ષાબંધન પર્વઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ સમાજની બહેનોએ રાખડી બાંધી

Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં આજે રક્ષાબંધન પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને  વિવિધ સમાજની બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે રક્ષાબંધન પર્વના અવસરે સમાજના વિવિધ વર્ગોની  બહેનો, બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યમંત્રી નિમિષા બહેન સુથાર પણ આ અવસરે ઉપસ્થિત રહી મુખ્યમંત્રીને તેમણે રાખડી બાંધી હતી

રક્ષા બંધનના પવિત્ર અવસરે સવારથી જ મુખ્યમંત્રી નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલને રક્ષાબંધન પર્વે અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને ગાંધીનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી માતાઓ અને બહેનોનો વિશાળ સમૂહ આવી રહ્યો છે. આ સર્વ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને  માર્ગદર્શનમાં ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સર્વ બહેનોની શુભેચ્છાઓ હર્દય પૂર્વક સ્વીકારી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રી નિમિષા બહેન સુથાર પણ આ અવસરે ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રીને તેમણે રાખડી બાંધી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પાઠવી હતી.