Site icon Revoi.in

કોરોનાનો કહેર- પીએમ મોદીની લખનૌમાં નહી યાજાઈ રેલી, કોંગ્રસ અને સપાએ પણ કાર્યક્રમ કર્યા રદ

Social Share

દિલ્હી- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ,દેશના ઘણા રાજ્યોએ શૈક્ષિક કાર્યો બંધ ,50 ટકાની ક્ષમતા સાથે ઓફીસ અને ટ્રાન્પોર્ટ જેવા નિયમો લાગૂ કરી દીધા છે ત્યારે હવે દેશની દરેક પાર્ટીઓએ પણ પોતાના આવનારા પ્રતાર કાર્યક્રમો રદ કર્યા છે.આ સાથે જ પીએમ મોદીની લખનૌ ખાતે યોજાનારી રેલી પણ રદ કરવામાં આવી છે આમ કોકરોનાનું ગ્રહણ હવે પાર્ટીના પ્રચાર પર જોવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા, રાજધાનીના રમાબાઈ આંબેડકર મેદાનમાં 9 જાન્યુઆરીએ પ્રસ્તાવિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલી મોકૂફ રાખવામાં આવી છે. આ સિવાય ગુરુવારે નોઈડામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પ્રસ્તાવિત કાર્યક્રમ પણ રદ્દ કરવામાં આવ્યો છે. સપાએ પણ તેની રક્ષા યાત્રા કેન્સલ કરી છે અને કોંગ્રેસે તમામ રેલીઓ કેન્સલ કરી છે.

લખનૌમાં મોદીની પ્રસ્તાવિત રેલી અંગે ભાજપના સૂત્રોએ જણાવ્યું કે રાજ્યમાં વધી રહેલા સંક્રમણ અને 7-8 જાન્યુઆરીએ રાજધાનીમાં ખરાબ હવામાનની આગાહીને કારણે તેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

આ સાથે જ કોરોનાના વધતા જોખમ વચ્ચે ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીને લઈને વિચારમંથન શરૂ કર્યું છે. સુત્રોના જણઆવ્યા પ્રમાણે  ચૂંટણીની તારીખની જાહેરાત સાથે ચૂંટણી પંચ મોટી ચૂંટણી રેલીઓ અને રોડ શો પર રોક લગાવી શકે છે. એ જ રીતે સપા પ્રમુખ અખિલેશ યાદવે અયોધ્યા, ગોંડા, બસ્તીનો પોતાનો કાર્યક્રમ રદ્દ કર્યો છે. હવે અહીં 7 થી 9 જાન્યુઆરી વચ્ચે સમાજવાદી વિજય રથયાત્રા કાઢવામાં આવશે નહીં.