રામ ગોપાલ વર્માએ લોરેન્સ બિશ્વનોને ફિલ્મ સ્ટાર કરતા પણ વધારે સ્માર્ટ ગણાવ્યો
ગુજરાતની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી હતી. બાબા સિદ્દીકીના બોલિવૂડ સેલિબ્રિટી સાથે ગાઢ સંબંધ હતા. તેઓ સુપરસ્ટાર સલમાન ખાનની પણ ખૂબ નજીક હતો. આ જ કારણ છે કે સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ દરમિયાન ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ લોરેન્સ બિશ્નોઈને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે કહ્યું કે, તેમને ફિલ્મ સ્ટાર્સ કરતાં લોરેન્સ બિશ્નોઈને વધુ પસંદ છે.
રામ ગોપાલ વર્માએ દાવો કર્યો હતો કે હું જેટલા ફિલ્મ સ્ટારને જાણું છે તેમના કરતા લોરેન્સ બિશ્નોઈ વધુ સારો દેખાય છે. તેમણે X પર પોતાના વિચારો શેર કર્યા અને ચાહકોએ તેના પર પ્રતિક્રિયા આપી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ડિરેક્ટરને ગેંગસ્ટરની બાયોપિકમાં સલમાન ખાનને વિલન તરીકે કાસ્ટ કરવા કહ્યું હતું.
રામ ગોપાલ વર્મા ક્યારેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના મંતવ્યો શેર કરવામાં ડરતા નથી. આ વખતે પ્રખ્યાત ફિલ્મ નિર્માતાએ કહ્યું કે, જો ક્યારેય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર બાયોપિક બનાવવામાં આવે છે, તો તેમને બિશ્નોઈ કરતાં વધુ સારો દેખાતા બોલિવૂડ સ્ટાર નહીં મળે. વર્માએ ગેંગસ્ટરની એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તે ગંભીર દેખાઈ રહ્યો હતો. બિશ્નોઈ બ્લેક અને ઓરેન્જ હૂડી જેકેટ પહેરેલો જોવા મળે છે.
રામ ગોપાલ વર્માએ X પર લખ્યું, ‘જો કોઈ ફિલ્મ સૌથી મોટા ગેંગસ્ટર પર આધારિત હોય, તો કોઈ ફિલ્મ નિર્માતા દાઉદ ઈબ્રાહિમ કે છોટા રાજન જેવા દેખાતા વ્યક્તિને કાસ્ટ નહીં કરે. અહીં હું એક પણ ફિલ્મ સ્ટારને જાણતો નથી જે બિશ્નોઈ કરતાં વધુ સારો દેખાતો હોય. એક યુઝરે કહ્યું, ‘આરજીવી ડિરેક્ટર છે અને બિશ્નોઈ હીરો છે, અહીં વિલન કોણ છે…સલમાન?’ એક ટ્વિટમાં લખ્યું હતું કે, ‘લૉરેન્સ તરીકે સલમાન ખાનને કાસ્ટ કરવો એ સૌથી મોટી વિડંબના હશે.’ અન્ય એક પ્રશંસકે લખ્યું, ‘શું થયું સર, ફોન આવ્યો છે? શું તમે અચાનક પ્રેમમાં પડ્યા?