Site icon Revoi.in

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાઃ ભગવાન રામની તસવીરવાળી ખાસ સાડી સુરતથી અયોધ્યા મોકલાશે

Social Share

અમદાવાદઃ દેશના ટેક્સટાઈલ હબ તરીકે ઓળખાતા ગુજરાતના સુરત શહેરમાં બનેલી ખાસ સાડી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે મોકલવામાં આવશે. સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી લલિત શર્માએ જણાવ્યું હતું કે આ સાડી પર ભગવાન રામ અને અયોધ્યા મંદિરના ચિત્રો બનેલા છે અને આ સાડી માતા સીતાજી માટે તૈયાર કરવામાં આવી છે અને તે અહીંના એક મંદિરમાં અર્પણ કરવામાં આવી હતી.

કાપડના વેપારી રાકેશ જૈને જણાવ્યું કે આ વસ્ત્ર માતા જાનકી માટે બનાવવામાં આવ્યું હતું અને તેને ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં મંદિરમાં મોકલવામાં આવશે. શર્માએ સાડી મોકલવાની કોઈ તારીખનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ કહ્યું કે તે 22 જાન્યુઆરી પહેલા અયોધ્યા પહોંચી જશે. તેમણે કહ્યું, “આખી દુનિયામાં ખુશીનો માહોલ છે કારણ કે ઘણા વર્ષો પછી અયોધ્યા મંદિરમાં ભગવાન રામનો અભિષેક થઈ રહ્યો છે. માતા જાનકી અને ભગવાન હનુમાન સૌથી પ્રસન્ન છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, “ અમે એક ખાસ સાડી તૈયાર કરી છે જેના પર ભગવાન રામ અને અયોધ્યા મંદિરની તસવીરો બનેલી છે. આ સાડી અયોધ્યાના રામ મંદિરમાં મોકલવામાં આવશે.શર્માએ કહ્યું કે જો તેમને કોઈ વિનંતી મળશે તો તેઓ આ સાડી ભગવાન રામના તમામ મંદિરોમાં મફતમાં મોકલી આપશે જ્યાં માતા જાનકી પણ હાજર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જે બાદ 23મી જાન્યુઆરીથી ભક્તો રામ મંદિરમાં દર્શન કરી શકશે.