અયોધ્યામાં રામ મંદિરનું કામ 15 ડિસેમ્બર પછી શરૂ થશે
- રામમંદિરના નિર્માણને લગતી નવીનતમ અપડેટ આવી સામે
- અયોધ્યામાં રામ મંદિરનો પાયો નાખવાની કામગીરી થશે શરૂ
- ૧૫ ડિસેમ્બર બાદ શરૂ થશે રામ મંદિરનું કામ
- બેઠકમાં અનેક લોકો રહ્યા ઉપસ્થિત
કાશી: રામમંદિરના નિર્માણને લગતી નવીનતમ અપડેટ સામે આવી છે. જાણવા મળ્યું છે કે, રામ મંદિરનો પાયો નાખવાની કામગીરી 15 ડિસેમ્બર પછી શરૂ થશે. ત્યાં સુધી ઇજનેરો અને ટેકનિકલ એક્સપર્ટની ટીમ મંદિર સમિતિને પોતાનો અહેવાલ મોકલશે. નિષ્ણાતો ટૂંક સમયમાં તેનો અહેવાલ બાંધકામ સમિતિ સમક્ષ રજૂ કરશે.
મંગળવારે રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક સમાપ્ત થઈ છે. લાર્સન એન્ડ ટર્બો, ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આઈઆઈટી રૂરકી નિષ્ણાંત, અક્ષરધામ મંદિરના વાસ્તુકાર બ્રહ્મા વિહારી સ્વામી અને રામ મંદિરના વાસ્તુકાર આશિષ સોમપુરા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પાયો નાખવાની કામગીરી 15 ડિસેમ્બર પછી શરૂ થશે અને બાહ્ય સુરક્ષા દિવાલનું બાંધકામ પ્રથમ તબક્કામાં શરૂ થશે. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીના જણાવ્યા મુજબ 67 એકર રામ જન્મભૂમિ સંકુલના બાહ્ય વિસ્તારમાં, ટ્રસ્ટ સ્થાનિક વહીવટ સાથે સંકલન કરીને બાંધકામનું કામ કરશે. મિશ્રા અને ગિરી સિવાય આ બેઠકમાં બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, ટ્રસ્ટ સેક્રેટરી ચંપત રાય અને નિવૃત્ત આઈએએસ અધિકારી શત્રુઘ્ન સિંહ પણ હાજર રહ્યા હતા.
_Devanshi