- દિલ્હી પોલીસે રામનવસીના સરઘસ માટે મનાઈ કરી
- રમઝાનના કાર્યક્રમો માટે પણ નથી આપી મંજૂરી
દિલ્હીઃ- રાજધાની દિલ્હીમાં રામનવમી અને રમઝાનના કાર્યક્રમોને લઈને પોલીસે મંજૂરી આપી નથઈ પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી પોલીસે જહાંગીરપુરી વિસ્તારમાં રામ નવમી પર શોભાયાત્રા કાઢવાની પરવાનગી આપી નથી. આ સાથે મૌર્ય એન્કલેવ વિસ્તારના ખુલ્લા મેદાનમાં રમઝાન કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી પણ નકારી દેવામાં આવી છે.
રામ નવમીને લઈને પોલીસનું કહેવું છે કે શોભાયાત્રાના આયોજકો જહાંગીરપુરીના નથી અને ગયા વર્ષે કાયદો અને વ્યવસ્થાની મોટી સમસ્યા હતી, તેથી આ વખતે શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી નથી. આયોજકોને કે બ્લોક ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજવા સૂચના આપવામાં આવી છે. તે વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે,જેને જોતા આ મંજૂરી ન આપવાનો નિર્ણય કરાયો છે.
ઉલ્લેખનીય છે કે રામ નવમી નવરાત્રીના નવમા દિવસે ઉજવવામાં આવે છે. નવમી પર માન્યતા અનુસાર કન્યાઓને ઘરમાં કંજક ખવડાવવામાં આવે છે અને કન્યાપૂજન કરવામાં આવે છે. આ સાથે જ સરધર પમ નિકાળવામાં આવે છએ પરંતુ કેટલીક જગ્યાએ આ માટે પરવાનગી અપાઈ નથી.