Site icon Revoi.in

“રામ વન શહેરીજનોને એક નવું નજરાણું મળશે”:17 ના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ    

Social Share

 રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ “રામ વન” – અર્બન ફોરેસ્ટ, ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, ૨૩ ઇલેક્ટ્રિક બસોનું તેમજ વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત તા. ૧૭ ના રોજ રાજ્યના  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે.

રામ વનના લોકાર્પણની સાથે પવિત્ર શ્રાવણ માસ અને આગામી સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને તા. ૨૮-૦૮-૨૦૨૨ સુધી રામ વનની મુલાકાતે આવતા શહેરીજનોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

“રામ વન શહેરીજનોને એક નવું નજરાણું મળશે”

સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતન પટેલ, બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન અનીતાબેન ગોસ્વામી, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, આરોગ્ય સમિતિ ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ “રામ વન” – અર્બન ફોરેસ્ટ, ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, ૨૩ ઇલેક્ટ્રિક બસોનું તેમજ વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત તા. ૧૭-૦૮-૨૦૨૨ના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે “રામ વન”, કિશન ગૌશાળા રોડ, આજી ડેમ પાસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે કર્નાટકના માન. પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી માન. વિજયભાઈ રૂપાણી, રાજકોટના પ્રભારી મંત્રી તથા રાજ્યના માન. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, માન. વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, માન. સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે. મેયર ડૉ. દર્શીતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ જુદી જુદી સમિતિના કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ, નગરજનો ઉપસ્થિત રહેશે.

૪૭ એકર જમીનમાં નિર્માણ પામેલ રામ વન અર્બન ફોરેસ્ટ કુલ રૂ. ૧૩.૭૭ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. જેમાં રૂ. ૧.૬૧ કરોડના ખર્ચે ભગવાન શ્રી રામના જીવન પર જુદી જુદી પ્રતિકૃતિ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત ૮૦,૦૦૦ જેટલી પ્રજાતિના ૨૫ જેટલા બ્લોકમાં જે પૈકી ૨ બ્લોકમાં મીયાવાકી થીમ બેઇઝ પ્લાન્ટેશન કરવામાં આવેલ. આ ઉપરાંત ૮૦’ ફુટ રોડ ખાતે રૂ. ૧૧.૬૩ કરોડના ખર્ચે ૧૫૨૦૦ ચો, મી.માં ઇલેક્ટ્રિક બસ માટેનું ચાર્જીંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલ. આ ચાર્જીંગ સ્ટેશનમાં ૩૧૦૦ વોટનું HT વીજ કનેક્શન, ૨૫૦૦ વોટના ૨ ટ્રાન્સફોર્મર, પેનલ રૂમ, કેબલ ડક્ટ, ૨૪૦ કિલો વોટના ૧૪ ચાર્જર સહિતનો તમામ ઇલેક્ટ્રિક બસ માટેનો ચાર્જીંગ શેડ વિગેરે સહીતનિ સુવિધા ઉપલબ્ધ કરાયેલ છે.

વિશેષમાં, રાજકોટ મહાનગરપાલિકાએ પ્રથમ તબક્કાએ ૫૦ ઇલેક્ટ્રિક બસ મંજુર કરવામાં આવી હતી, જે પૈકી અગાઉ ૨૩ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ ઇલેક્ટ્રિક બસો BRTS રોડ પર તથા ૧ ઇલેક્ટ્રિક બસ AIIMS ના રૂટ પર ચલાવવામાં આવે છે.આવતીકાલે વિશેષ ૨૩ મીડી ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવશે.જેમાં કુલ ૨૭ મુસાફરો માટે આરામદાયક બેસવાની સુવિધા રહેશે. ઇ-બસમાં ફૂલી ઓટોમેટિક પ્રવેશ દ્વારા તથા ઇમરજન્સી દ્વારા, મુસાફરોની સલામતી માટે SOS – Emergency Alarmની સુવિધા, કેમેરા, મનોરંજન માટે રેડીઓ સિસ્ટમ વિગેરે જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત શહેરના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કરવામાં આવશે.જેમાં વોર્ડ નં. ૧૫, ૧૭, ૧૮માં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, વોર્ડ નં. ૧૪ ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે બનાવવામાં આવેલ ક્વોલીટી કંટ્રોલની લેબોરેટરીનું લોકાર્પણ અને વોર્ડ નં.૩ અને ૪માં વોર્ડ ઓફીસ, રેલનગર વિસ્તારમાં ESR-GSR અને વોર્ડ નં. ૨માં બજરંગવાડી ખાતે આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત કરવામાં આવશે.

રામ વનના લોકાર્પણની સાથે પવિત્ર શ્રાવણ માસ અને આગામી સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને તા. ૨૮-૦૮-૨૦૨૨સુધી રામ વનની મુલાકાતે આવતા શહેરીજનોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે

રામ વન ખુબ જ રમણીય વિસ્તારમાં નિર્માણ પામેલ હોય અને તેમાં ભગવાન શ્રી રામના જીવન પર પ્રતિકૃતિ મુકવામાં આવી છે જેનાથી લોકોને પ્રેરણા મળશે. જેથી શહેરીજનોએ રામ વનની મુલાકાત લેવા પદાધિકારીઓએ અપીલ કરી છે.