નવી દિલ્હી:પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રામેન્દુ સિંહા રોયના નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો છે. અહેવાલ છે કે તેમણે ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે આવેલા રામમંદિરને અપવિત્ર ગણાવ્યું છે. તેની સાથે જ મંદિરને શો પીસ ગણાવ્યું છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ નારાજગી વ્યક્ત કરી છે. કહેવામાં આવે છે કે તેઓ ધારાસભ્ય સામે એફઆઈઆર કરાવવાની પણ તૈયારી કરી રહ્યા છે.
મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે, રૉયનું કહેવું છે કે મારા વિચારથી કોઈપણ ભારતીય હિંદુને અપવિત્ર રામમંદિરમાં પૂજા કરવા માટે જવું જોઈએ નહીં. ત્યાં (અયોધ્યામાં) માત્ર શોપીસ બનાવાયું છે. અધિકારીએ આ મામલાનો એક વીડિયો પણ શેયર કરયો છે. રોય પશ્ચિમ બંગાળની તારકેશ્વર બેઠકથી ટીએમસીના ધારાસભ્ય છે.
સુવેન્દુ અધિકારીએ કહ્યુ છે કે આ અપમાનજનક છે. તારકેશ્વર વિધાનસભા બેઠક પરથી ટીએમસીના ધારાસભ્ય રામેન્દુ સિંહા રોયે ભવ્ય રામમંદિરને અપવિત્ર ગણાવ્યું છે. તે આરામબાગ ઓર્ગેનાઈઝેશનલ ડિસ્ટ્રિક્ટના ટીએમસીના અધ્યક્ષ પણ છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે કોઈપણ ભારતીય હિંદુએ આવી અપવિત્ર જગ્યા પર પૂજા કરવી જોઈએ નહીં.
તેમણે આગળ લખ્યુ છે કે આ ટીમસી નેતાઓની ભાષા છે. તેમણે ભગવાન રામ પ્રત્યે ટીએમસી નેતૃત્વના સમ્માનના સ્તરને સૌની સામે રજૂ કર્યું છે. તેમણે લખ્યુ છે કે હું માત્ર તેમના નિવેદનની ટીકા જ નથી કરતો, પરંતુ આવા નીચલી કક્ષાના નિવેદન માટે આ અપમાનજનક વ્યક્તિની વિરુદ્ધ એફઆઈઆરની પણ વ્યવસ્થા કરી છે, જેણે આખી દુનિયામાં હિંદુઓની ભાવનાઓને આહત કરી છે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ જ પ્રાણપ્રતિષ્ઠા સમારંભ પૂર્ણ થયો હતો, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાજકીય જગતના ઘણાં મોટા નામ સામેલ હતા. તેના સિવાય સાધુ-સંત, મનોરંજન, ખેલ અને કારોબારી જગતના દેશના હજારો ગણમાન્ય નાગરિકો પણ હાજર હતા.