ગુજરાતથી રામાયણ યાત્રા ટૂરિસ્ટ ટ્રેન દોડશે, યાત્રાનું ભાડું 16065 નક્કી કરાયું
અમદાવાદઃ દેશના વિવિધ યાત્રાધામની યાત્રા શ્રદ્ધાળુઓ કરી શકે તે માટે રેલવે દ્વારા જ ખાસ ટ્રેનમાં યાત્રાસેવા શરૂ કરવામાં આવી છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તર, દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ યાત્રાધામો માટે ટુરિસ્ટ ટ્રેન દોડાવવાનું યોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી આગામી તા. 22મી ફેબ્રુઆરીના રોજ રામાયણ યાત્રા ટૂરિસ્ટ ટ્રેન રવાના થશે. રામાયણ યાત્રા દર્શન ટૂરમાં મુસાફરોને અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, સીતાસમાધિસ્થળ, સીતામઢી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, શ્રીંગાવપુર, નાશિક, હમ્પી, રામેશ્વરમની યાત્રા કરાવાશે. યાત્રિકોને ટૂરિસ્ટ સ્થળો, યાત્રાધામોના દર્શન કરાવ્યા બાદ ટ્રેન 13મી માર્ચે અમદાવાદ પરત ફરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) રિજનલ ઓફિસ, અમદાવાદ દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા માટે ગુજરાતથી રામાયણ યાત્રા ટૂરિસ્ટ ટ્રેનનું આયોજન કરાયુ છે. જે 22.02.22ના રોજ સાબરમતી સ્ટેશનથી રવાના થશે. આઈઆરસીટીસી અમદાવાદ તરફથી મળતી માહિતી મુજબ 22 ફેબ્રુઆરી 2022ના રોજ રામાયણ યાત્રા દર્શન ટૂરમાં મુસાફરોને અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, સીતાસમાધિસ્થળ, સીતામઢી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, શ્રીંગાવપુર, નાશિક, હમ્પી, રામેશ્વરમ માટે લઈ જવામાં આવશે.
યાત્રા દરમિયાન ભોજન, માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા- આવાસ રૂમની સુવિધા, સિક્યુરિટી ગાર્ડ, હાઉસકીપિંગ સહિતની સુવિધા મળી રહેશે. આ પ્રવાસી ટ્રેન 22 ફેબ્રુઆરીના રોજ સાબરમતીથી નીકળી 13 માર્ચના રોજ સાબરમતી સ્ટેશને પરત ફરશે. આવન- જાવન સહિત યાત્રાનું ભાડું રૂ.16,065 રહેશે. આ ટ્રેન અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, સીતાસમાધિસ્થળ, સીતામઢી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, શ્રીંગાવપુર, નાશિક, હમ્પી, રામેશ્વરમ સહિતના ધાર્મિક સ્થળે જશે. વધુ વિગત માટે રેલવ વિભાગની હેલ્પલાઈનનો સંપર્ક કરવો.