રાજકોટઃ રાજ્યમાં પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. અને નવા-નવા પર્યટન સ્થળો વિકસીત થઈ રહ્યા છે. લોકોને કુદરતી સૌંદર્ય સાથે એક સારું ફરવા લાયક સ્થળ મળે તે દિશામાં પણ કામગીરી ચાલી રહી છે. ત્યારે આ તરફ રાજકોટવાસીઓ માટે પણ ફરવા માટે એક નવું સ્થળ વિકસીત થઈ રહ્યું છે. અને આ સ્થળ એટલે કે, આજી ડેમ પાસે તૈયાર થઈ રહેલું રામ વન.. જેમાં કુંદરતી સૌંદર્ય સાથે ભગવાન રામનું જીવન ચરિત્ર દર્શાવવામાં આવશે.
રાજકોટમાં આજી ડેમ પાસે બની રહેલા રામવનમાં ફરવા આવતા લોકો માટે સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, કુદરતી પાણીના સ્ત્રોતનું નવિનીકરણ, પાથ-વે તેમજ બ્રિજ અને રેલીંગ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એક્ઝીબિશન એરિયા માટે પ્લેટફોર્મ, ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચિંગ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ અને આકર્ષક એન્ટ્રી ગેઈટ સહિત માળખાગત પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. રામ વનમાં વિવિધ જાતના ઓષધિય વૃક્ષો પણ વાવવામાં આવી રહ્યા છે. રામવનમાં કુંદરતી સૌંદર્ય સાથે ભગવાન રામનું જીવન ચરિત્ર દર્શાવવામાં આવશે. બાળકો પણ ભગવાન રામનું જીવન ચરિત્ર નિહાળી શકશે. પર્યટન પ્રેમીઓ માટે પણ આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બનશે. પોતાના પરિવાર સાથે આવતા લોકો આખો દિવસ પસાર કરી શકે એવા નજરાણા મુકવામાં આવશે. એટલે રાજકોટવાસીઓ માટે રામવન ફરવા માટેનું સ્થળ બનશે.