Site icon Revoi.in

રણબીર કપૂરને લગ્નના ગીફ્ટમાં મળી  સાસુમા તરફથી  આટલી મોંધી ભેટ, જાણીને લાગશે તમને પણ નવાઈ

Social Share

મુંબઈઃ- તાજેતરમાં રણબીર કપૂર અને આલિા ભટ્ટ લગ્નના બંધનમાં બંઘાયા છે લગ્ન બાદ બન્નેના લગ્નની સેરમનીના અનેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે, લોકો આ કપલના લગ્નને લઈને અનેક બાબતો જાણવા ઉત્સુક બની રહ્યા છે,.

આલિયાના લગ્નના લહેંગાથી લઈને મેહંદીની રશ્મો સુધીની વાતો મીડિયા પર સામે આવી રહી છે, ત્યારે હવે રણબીર કપૂરને તેની સાસુમાએ આપેલી ઘડીયાળની ચર્ચા સોશિયલ મીડિયા પર છવાઈ છે.

આલિયા-રણબીરના લગ્નમાં રણબીરને સાસુ તરફથી ખૂબ જ મોંઘી ભેટ મળી છે. અહેવાલો અનુસાર, આલિયાની માતા સોની રાઝદાને રણબીરને 2.5 કરોડ રૂપિયાની ઘડિયાળ ભેટમાં આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘડિયાળ ખૂબ જ ખાસ છે, આ એક મોટી બ્રાન્ડની લિમિટેડ એડિશન ઘડિયાળ છે. તે જ સમયે, લગ્ન દરમિયાન, આલિયાની બહેનો પૂજા-શાહીન ભટ્ટ અને આલિયાની ગર્લ ગેંગે વર પાસેથી જૂતાની ચોરી કરવા માટે 11.5 કરોડ રૂપિયાની માંગ કરી હતી, જોકે રણબીરે તેને માત્ર એક લાખ રૂપિયા આપ્યા હતા.

14 એપ્રિલે રણબીર અને આલિયા લગ્નના બંધનમાં બંધાયા. લગ્નનું ફંક્શન ખૂબ જ અંગત હતું અને લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો જ સામેલ થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ આલિયા અને રણબીરે 4 ફેરા કરીને લગ્રાન કર્ઉયા હતા. ત્યાર બાદ આલિયાને ભેટ તરીકે હીરાની વીંટી મળી. આ દરમિયાન સોની રાઝદાને રણબીરને ઘડિયાળ ભેટમાં આપી.જેની કિમંત 2.5 કરોડ છે.