દુનિયાભરમાં છવાઈ રણબીર કપૂરની એનિમલ,9 દિવસમાં આટલા કરોડની કરી કમાણી
મુંબઈ: સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ‘એનિમલ’ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ બુલેટની ઝડપે કમાણી કરી રહી છે. ફિલ્મ જે ઝડપે બિઝનેસ કરી રહી છે, તે કદાચ શાહરૂખ ખાનની ‘પઠાણ’ – ‘જવાન’ અને સની દેઓલની ‘ગદર 2’ને પાછળ છોડી દેશે. વિશ્વભરમાં 9 દિવસમાં ફિલ્મોએ કેટલી કમાણી કરી? અહીં જાણો.
રણબીર કપૂર, અનિલ કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદન્ના અભિનીત ‘એનિમલ’ 1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લઈને પહેલાથી જ હાઈપ હતી. આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જંગી કમાણી કરી હતી અને પ્રથમ દિવસે વિશ્વભરમાં 116 કરોડનું ખાતું ખોલાવ્યું હતું.
‘એનિમલ’ એ તેના પ્રથમ દિવસે વિશ્વભરમાં સદી ફટકારી હતી. એક અઠવાડિયામાં જ આ ફિલ્મ સૌથી ઝડપી કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની ગઈ. 9 દિવસમાં ફિલ્મનો બિઝનેસ આસમાને પહોંચી ગયો છે. નિર્માતાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ‘એનિમલ’ એ 9 દિવસમાં 660.89 કરોડ રૂપિયાનું વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન કર્યું છે.
ભારતમાં ‘એનિમલ’ના બિઝનેસની વાત કરીએ તો રણબીર કપૂરની ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 63 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે પહેલા વીકેન્ડમાં જ 201 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રવિવાર સુધી ફિલ્મે કુલ 397 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. શનિવારે ફિલ્મની કમાણીમાં બમ્પર ઉછાળો આવ્યો છે. ફિલ્મે બીજા શનિવારે 35 કરોડ રૂપિયાની કમાણી કરી છે.