મુંબઈ – અભિનેતા રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ રીલીઝ થયાને ઍક વીક થઈ ચૂક્યું છે ત્યારે હાલ પણ ફિલ્મને દર્શકો મળી રહ્યા છે ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે સોસિયલ મેડિયા પર ફિલ્મ ના દ્રશ્યો છવાયેલા જોવા મળે છે ત્યારે રીલીઝના 8 માં દિવસે ફિલ્મે ગદર અને જવાન ફિલ્મને પછાડી છે .
આ વર્ષે રિલીઝ થયેલી તમામ ફિલ્મોમાં આ ફિલ્મ રિલીઝના આઠમા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. આ સાથે ફિલ્મ ‘એનિમલ’ બીજા સપ્તાહમાં પણ પોતાનો રંગ જારી રાખે તેવી શક્યતાઓ છે. રિલીઝના આઠમા દિવસે ફિલ્મની કમાણી ‘ટાઈગર 3’ની રિલીઝના આઠમા દિવસે થયેલી કમાણી કરતા બમણી છે.
ફિલ્મ ‘એનિમલ’ આ મહિનાના પહેલા શુક્રવારે એટલે કે 1લી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મે પ્રથમ સપ્તાહમાં શાનદાર પ્રદર્શન કરીને કુલ રૂપિયા . 337.58 કરોડની કમાણી કરી હતી. એકલા હિન્દીમાં જ આ ફિલ્મ પહેલા અઠવાડિયામાં 300.81 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી.
આ સાથે જ ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 500 કરોડને પાર કરી ગયું છે. ફિલ્મે રિલીઝના આઠમા દિવસે શાનદાર કમાણી કરી છે. રાત્રે 10 વાગ્યા સુધીના ડેટા અનુસાર, ‘એનિમલ’ એ તેની રિલીઝના બીજા શુક્રવારે લગભગ 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેમાં તમામ ભાષાના વર્ઝનનો સમાવેશ થાય છે.
શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘પઠાણ’, જે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોમાં પ્રથમ બ્લોકબસ્ટર બની હતી, તેણે રિલીઝના આઠમા દિવસે 18.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રેકોર્ડ તોડતા સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ એ રિલીઝના આઠમા દિવસે 20.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’એ રિલીઝના આઠમા દિવસે 21.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ ‘એનિમલ’ એ પણ આઠમા દિવસે કમાણીનો આ રેકોર્ડ સુધાર્યો છે અને શુક્રવારે શરૂઆતના વલણો મુજબ 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે.