રાંચી :દિવ્યાંગને ફ્લાઇટમાં બેસવાનો ઇનકાર કરવા બદલ ઇન્ડિગો એરલાઇન્સ સામે મોટી કાર્યવાહી
- ઈન્ડિગો એરલાઈન્સ પર 5 લાખનો દંડ
- DGCAએ ફટકાર્યો દંડ
- દિવ્યાંગને ફ્લાઈટમાં ચઢતા અટકાવ્યો
રાંચી :એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એક દિવ્યાંગ વ્યક્તિને ફ્લાઇટમાં બેસવાનો ઇનકાર કરવા બદલ ઇન્ડિગો એરલાઇન્સ સામે મોટી કાર્યવાહી કરી છે. DGCAએ કંપની પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે
ઈન્ડિગોએ 7 મેના રોજ રાંચી એરપોર્ટ પર એક વિકલાંગ બાળકને ફ્લાઈટમાં બેસતા અટકાવ્યું હતું. આના પર કડક કાર્યવાહી કરતા DGCAએ કંપની પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
DGCAએ પણ આ ઘટના અંગે કંપનીને સખત ઠપકો આપ્યો છે. રેગ્યુલેટરે કહ્યું- કંપનીનો ગ્રાઉન્ડ સ્ટાફ વિકલાંગ બાળકને યોગ્ય રીતે હેન્ડલ કરી શક્યો નહીં, ઉલટું તેણે સ્થિતિ વધુ ખરાબ કરી દીધી.આ કિસ્સામાં તેણે વધુ સંવેદનશીલતાથી કામ કરવાનું હતું, જે આ બાળક માટે પ્રક્રિયાને સરળ બનાવશે અને તેને શાંત કરેત.કંપનીના કર્મચારીઓ આ ન કરી શક્યા, ઉલટાનું આત્યંતિક પગલું ભર્યું, અંતે પેસેન્જરને પ્લેનમાં બેસવાની ના પાડી
DGCAએ કહ્યું- વિશેષ સંજોગોમાં અસાધારણ પગલાં લેવાં પડે છે, પરંતુ કંપનીના કર્મચારીઓ સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટની ભાવના અને પ્રતિબદ્ધતા પ્રમાણે જીવી શક્યા નથી અને તેમ કરવામાં નિષ્ફળ રહ્યાં છે. તેને જોતા DGCAએ કંપની પર 5 લાખ રૂપિયાનો દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ દંડ સંબંધિત એરક્રાફ્ટ નિયમોની જોગવાઈઓ હેઠળ લાદવામાં આવ્યો છે.
ઈન્ડિગો ભારતની સૌથી મોટી એરલાઈન છે.કંપનીની ઓળખ સસ્તી ફ્લાઇટ સેવા અને સમયસરતા વિશે છે.સ્થાનિક ઉડ્ડયન બજારમાં કંપનીનો હિસ્સો 50% થી વધુ છે. તેના કાફલામાં 200 થી વધુ એરક્રાફ્ટ છે. કંપની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટ પર તેની સેવાઓ પૂરી પાડે છે.