- અભિનેતા રણદિપ હુડાનો જન્મદિવસ
- સંઘર્ષ બાદ મળી સફળતા
- આજે બોલિવૂડના જાણીતા અભિનેતા
મુંબઈઃ- બોલિવૂડના જાણીતા અભિનેતા રણદીપ હુડા આજે તેમનો 46મો જન્મદિવસ મનાવી રહ્યા છે, અનેક સંઘર્ષ બાદ બોલિવૂડમાં સફળતા મેળવનારા આ અભિનેતાનો જન્મ20 ઓગસ્ટ 1976ના રોજ થયો હતોય ફિલ્મ જગતમાં બાળપણથી લઈ રમતના અને એક્ટિંગના શોખીન હતાય
હરિયાણાના રોહતકમાં જન્મેલા રણદીપ હુડ્ડા સ્કૂલના સમયમાં જ સ્કૂલ પ્રોડક્શન અને થિયેટર સાથે જોડાયા હતા. એક ઈન્ટરવ્યુમાં રણદીપે જણાવ્યું હતું કે તેનો પરિવાર તેને ડોક્ટર બનાવવા ઈચ્છતો હતો પરંતુ રણદીપ ડોક્ટર બનવા માંગતા ન હતા, તેથી તે વધુ અભ્યાસ માટે મેલબોર્ન ગયો અને ત્યાંથી માર્કેટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. આ સાથે થિયેટર અને અભિનયમાં તેમનો રસ વધતો ગયો. મેલબોર્નથી પાછા આવ્યા બાદ રણદીપે બોલિવૂડમાં એન્ટ્રી કરી અને કરિયરની શરૂઆત કરી.
દિલ્લીમાં થિએટર આર્ટિસ્ટના રુપમાં કામ કરવાનું શરુ કર્યુ હતું.. મધ્યમ વર્ગથી બૉલીવુડમાં સફર કરનારા રણદીપ માટે સરળ ન હતું. રણદીપ હુડ્ડાના પિતા મેડીકલ સર્જન હતાં.. રણદીપે કૉલેજનો અભ્યાસ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન મેળવ્યો હતો. જ્યાં તેમણે તેમના પોકેટમની માટે ટેક્સી ચલાવી હતી. તેમજ ત્યાં તેમને કારના ગેરજમાં કામ કર્યુ હતું.આ સાથે જ તેઓ રેસ્ટોરન્ટમાં પણ કાનમ કરતા હતા.વર્ષ 2000માં રણદીપ ભારત પાછો ફર્યો. તે એક એરલાઇન કંપનીના માર્કેટિંગ વિભાગમાં કામ કરતો હતો. પોતાના કામની સાથે તેણે મોડલિંગ અને થિયેટરમાં પણ કામ કર્યું.
રણદીપ હુડ્ડાએ વર્ષ 2001માં ફિલ્મ મોનસૂન વેડિંગથી પોતાની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતી. મીરા નાયરની ફિલ્મમાં તેણે એનઆરઆઈની ભૂમિકા ભજવી હતી. આ પછી તેણે રામ ગોપાલ વર્માની ફિલ્મ ડીમાં કામ કર્યું. રણદીપ ‘ડરના જરૂરી હૈ’, ‘હાઈવે’, ‘રિસ્ક’, ‘રુબરુ’ અને ‘વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. રણદીપ ફિલ્મ ‘રાધે’માં જોવા મળ્યો હતો, જેમાં સલમાન ખાન લીડ રોલમાં હતો. હવે તે ‘અનફેર એન્ડ લવલી’ અને ‘સ્વતંત્ર વીર સાવરકર’માં જોવા મળશે.