Site icon Revoi.in

રંગીલા રાજકોટના લોકમેળાની આખરી તૈયારીઓનો ધમધમાટ, 10 કરોડનો વિમો લેવાયો

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારોમાં ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. જેમાં પાંચ દિવસનો સૌથી મોટો લોક મેળો રાજકોટના રેસકોર્સ મેદાન પર યોજાશે, આ મેળાની આખરી તૈયારીઓ ચાલી રહી છે. તમામ સ્ટોલ્સ, અને રાઈડ્સ માટેના પ્લોટ્સ ફાળવી દેવામાં આવ્યા છે. આ વખતે લોકમેળા માટે 10 કરોડનો વિમો લેવામાં આવ્યો છે. દરેક સ્ટોલ્સ ઉપર અગ્નિશામક યંત્રો અને સીસીટીવી ફરજીયાત બનાવવામાં આવ્યા છે. ભીડને નિયંત્રણ રાખવા માટે ડ્રોનનો સહારો લેવામાં આવશે. લોકમેળામાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ વધારવામાં આવ્યા છે. મેળોનું શનિવારે ઉદઘાટન કરવામાં આવશે.

રાજકોટના રેસકોર્સના વિશાળ મેદાન પર આગામી તારીખ 24થી 28મી ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો પ્રખ્યાત લોકમેળો યોજાશે. આ વખતના લોકમેળાને ધરોહર નામ આપવામાં આવ્યું છે. હવે લોક મેળાને પ્રારંભ થવાના માત્ર 4 જ દિવસ બાકી છે, ત્યારે મેળો જ્યાં યોજવાનો છે, તે રેસકોર્સ મેદાનમાં તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે સ્ટોલ્સ અને પ્લોટની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે કે ગત વખતે 340 સ્ટોલ પ્લોટ હતા, જેના સ્થાને આ વખતે 235 સ્ટોલને જ મંજુરી આપવામાં આવી છે. આ સાથે જ કલેક્ટર દ્વારા લોકમેળાનો વીમો 5.50 કરોડથી વધારીને 10 કરોડ કરી નાખવામાં આવ્યો છે. દરેક સ્ટોલ્સ ઉપર અગ્નિશામક યંત્રો અને સીસીટીવી ફરજીયાત બનાવવામાં આવ્યા છે. ભીડને નિયંત્રણ રાખવા માટે ડ્રોનનો સહારો લેવામાં આવશે.

રાજકોટમાં જન્માષ્ટમીમાં યોજાતો લોકમેળો સૌરાષ્ટ્ર ભરમાં પ્રખ્યાત છે, ત્યારે દર વર્ષે વહીવટી તંત્ર દ્વારા લોકમેળાને નામ આપવા માટે રાજકોટની જનતાને જોડવામાં આવે છે, જેમાં તમામ શહેરીજનો પોતાને મનપસંદ નામ મોકલે છે અને તેમાંથી કલેક્ટર દ્વારા બેસ્ટ નામનું સિલેક્શન કરવામાં આવે છે, ત્યારે વર્ષ 2024ના આગામી તારીખ 24 થી 28મી ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળાને ધરોહર નામ આપવાનું કલેકટર પ્રભવ જોષી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. શ્રેષ્ઠ નામ આપતાં વિજેતાને રૂ. 5,000નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામા આવશે.

#RajkotLokMela | #JanmashtamiFestivalRajkot | #RajkotFair2024 | #DroneMonitoringMela | #LokMelaRajkot | #StallsAndRidesReduction | #RajkotJanmashtamiCelebration | #SaurashtraLokMela