Site icon Revoi.in

રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈની પોલીસે કરી ધરપકડ

Social Share

 કોલકાતાઃ હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રીઓ રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈ અને બંગાળી અભિનેતા સમ્રાટ મુખર્જીની કોલકાતામાં ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે સવારે દક્ષિણ-પશ્ચિમ કોલકાતાના બેહાલા વિસ્તારમાં અકસ્માત બાદ ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેની કાર કથિત રીતે મોટરસાઇકલ સાથે અથડાઈ હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, બેહાલાના વિદ્યાસાગર કોલોનીમાં રહેતા 29 વર્ષીય મોટરસાઈકલ સવારને પહેલા એમ.આર. બાંગુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને વધુ સારવાર માટે SSKMમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે સમ્રાટની સામે તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાનું વર્ણન કરતાં બાઇક સવારે જણાવ્યું કે, તે રાત્રે લગભગ સાડા બાર વાગે ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે રોંગસાઈડમાં પૂરઝડપે આવેલી કારે તેને ટક્કર મારી હતી, જેના કારણે તે બેભાન થઈ ગયો હતો.

ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, સમ્રાટ મુખર્જી બેહાલા ચોરાસ્તાથી ટોલીગંજ તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેણે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે તેની કાર મોટરસાઈકલ સાથે અથડાઈ હતી. મોટરસાઈકલ સાથે અથડાયા બાદ તેની કાર નજીકના ઘરની દિવાલ સાથે પણ અથડાઈ હતી, જેના કારણે ઘરની બાઉન્ડ્રી વોલને નુકસાન થયું હતું.

#RaniMukherjee #Kajol #CelebrityArrest #BollywoodNews #MukherjeeFamily #BreakingNews #BollywoodScandal #PoliceArrest #EntertainmentNews #CelebrityControversy