- શ્રીલંકાના નવા પીએમ બન્યા રાનિલ વિક્રમ સિંધે
- આજે સાંજે 6 વાગ્યે 30 મિનિટ શપથ લેશે
દિલ્હી – છેલ્લા ઘણા સમયથી શ્રીલંકામાં આર્થિક કટોકટી અને સંકટની સ્થિતિ જોવા મળે છે,દેશની જનતા દ્રારા પીએમનો સખ્ત વિરોધ થયા બાદ વિતેલા દિવસે મહેન્દ્રી રાજપક્ષે એ રાજીનામુિં આપી દીધૂ હતુ. ત્યારે આજ રોજ નવા પીએમની જાહેરાત કરવામાં આવી છે.
આજરોજ શ્રીલંકનાના પીએમ તરીકે રાનિલ વિક્રમસિંઘેનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેઓ હવે નવા વડાપ્રધાન બનશે. શ્રીલંકાના મીડિયાએ યુનાઈટેડ નેશનલ પાર્ટીના પ્રવક્તાને ટાંકીને આ અંગેની માહિતી આપી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે રાનિલ આજે 12 મેના રોજ શ્રીલંકાના સમય અનુસાર સાંજે 6:30 વાગ્યે પીએમ પદના શપથ લેશે. શપથ ગ્રહણ કર્યા બાદ વિક્રમસિંઘે કોલંબોમાં એક મંદિરની મુલાકાત લેનાર છે અને ત્યારપછી તેમનો કાર્યભાર સંભાળશે
રાનિલ વિક્રમસિંઘે 1994થી યુનાઈટેડ નેશનલ પાર્ટીના પ્રમખ રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં 4 વખત શ્રીલંકાના વડાપ્રધાનના પદ પર રહ્યા છે. મહિન્દા 2020માં પીએમ બન્યા તે પહેલા પણ રાનિલ શ્રીલંકાના પીએમ હતા.
ઉલ્લેખનીય છે કે 73 વર્ષીય રાનિલે કાયદાનો અભ્યાસ કર્યો છે. રાનિલે 70ના દાયકામાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને 1977માં પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1993માં પ્રથમ વખત વડાપ્રધાન બનતા પહેલા, રાનિલે નાયબ વિદેશ મંત્રી, યુવા અને રોજગાર મંત્રી સહિત અન્ય ઘણા મંત્રાલયો સંભાળ્યા છે.