Site icon Revoi.in

ખારાઘોડાના અફાટ રણમાં રણલોંકડીની વસતીમાં વધારો,સંખ્યા 200એ પહોંચી

Social Share

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખતા ખોરાઘોડાના અફાટ રણ વિસ્તારમાં શિયાળ કરતા નાનુ અને બિલાડી જેવા રણલોંકડીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પાંચ વર્ષ પહેલા રણમાં રણલોંકડીની સંખ્યા માત્ર 40ની જ હતી. હવે ચાર-પાંચ વર્ષમાં સંખ્યા વધીને 200ને પહોંચી ગઈ છે. રણલોંકડી એ કદમાં શિયાળ કરતા નાનું અને દોડવામાં પાવરધુ હોય છે. એની લંબાઇ અને ઉંચાઇ 80 સેમી વજન 4 કિલો અને આયુષ્ય માત્ર 6 વર્ષનું હોય છે. તે સામાન્ય રીતે સુકા, પાંખા ઝાડીવાળા જંગલ તથા વીડમાં જોવા મળે છે. લોંકડી જમીનમાં દર બનાવીને રહે છે. દરમાં એકથી વધુ પ્રવેશદ્વાર હોય છે. આ પ્રાણી મોટેભાગે જોડીમાં જોવા મળે છે. સાંજના સમયે રણલોંકડી તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતી દર્શાવે છે. રાત્રે અને સાંજના સમયે વિશિષ્ઠ અવાજો કરી ખોરાકની શોધમાં નીકળી પડે છે.

કચ્છના નાના રણમાં દુર્લભ ઘુડખર, નિલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળીયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. હાલમાં આ પ્રાણીઓનો સંવનન કાળનો સમયગાળો હોઈ રણ પ્રવાસીઓ માટે ચાર મહિનાઓ પુરતું બંધ છે. જ્યારે ખારાઘોડાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લા ત્રણ વર્ષમાં ચાર ગણી વધીને 200થી પણ વધુ સંખ્યામાં હોવાનું વનવિભાગનું માનવુ છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના નાના રણમાં આવેલું અને 4954 ચોરસ કિમીમાં ફેલાયેલું ઘુડખર અભ્યારણ દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર એમ ચાર મહિના રણમાં જોવા મળતા ઘુડખર સહિતના સસ્તન પ્રાણીઓનો સંવનન કાળનો સમયગાળો હોઈ રણ પ્રવાસીઓ માટે ચાર મહિનાઓ પુરતું બંધ રાખવામાં આવે છે, ત્યારે કચ્છના નાના રણમાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘુડખર સહિત અસંખ્ય સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણલોંકડી એમ બે પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે. રણમા આવેલા કુલ 74 પ્રકારના વિવિધ બેટોમાંથી પુમ્બ બેટ પર થોડા દિવસો અગાઉ દુર્લભ રણલોંકડીના એક સાથે નવ જીવંત દર મળી આવ્યા હતા. અગાઉ રણમાં રણલોંકડીની સંખ્યા અંદાજે 40થી 50 સુધી હતી. જે છેલ્લા ત્રણેક વર્ષમાં ચાર ગણી વધતા હાલમાં કચ્છના નાના રણમાં અંદાજે 200થી વધુ દુર્લભ રણલોંકડી હોવાનો અંદાજ છે.

રણલોંકડી એ ભુખરા રંગનું વાળવાળું અને ગુચ્છાદાર પૂંછડીવાળુ પ્રાણી છે. રણલોંકડી એ કદમાં શિયાળ કરતા નાનું અને દોડવામાં પાવરધુ હોય છે. એની લંબાઇ અને ઉંચાઇ 80 સેમી વજન 4 કિલો અને આયુષ્ય માત્ર 6 વર્ષનું હોય છે. કચ્છના નાના રણમાં રણલોંકડીના અસંખ્ય બચ્ચાઓ જોવા મળ્યા છે. હાલમાં રણમાં અંદાજે 200થી વધુ રણલોંકડી હોવાનો અંદાજ છે. જ્યારે રણમાં આવેલા પુમ્બ બેટ પરતો રણલોંકડીના એકસાથે નવ જીવંત દર પણ જોવા મળ્યા હતા. આ સિવાય વેરાન રણમાં દુર્લભ કાળીયારનું ઝુંડ અને વરૂની પણ હાજરી જોવા મળી છે. ઝીંઝુવાડા રણ વિસ્તારમાં મોટી સંખ્યામાં દુર્લભ રણ લોંકડી જોવા મળી રહી છે. રાત્રીના સમયે ઝીંઝુવાડા રણમાં આ દુર્લભ રણલોંકડીઓ પોતાના વિશિષ્ટ અવાજથી પોતાની હાજરીનો પુરાવો આપે છે.