બળાત્કાર કેસઃ આસારામએ જામીન ઉપર મુક્ત થવા કોર્ટમાં કરી અરજી
અમદાવાદઃ બળાત્કાર કેસમાં લાંબા સમયથી જેલવાસ ભોગવતા આસારામએ જામીન ઉપર મુક્ત થવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેથી હાઈકોર્ટે આસારામનો લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ કર્યો હતો. તેમજ જામીન અરજીની વધુ સુનાવણી 26મી નવેમ્બરના રોજ હાથ ધરાશે. હાઈકોર્ટમાં આસારામના પુત્ર નારાયણ સાંઈએ જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બળાત્કાર કેસમાં આસારામ અને તેમનો પુત્ર નારાયણ સાંઈ વર્ષ 2013થી જેલમાં બંધ છે. આસારામના વકીલે જણાવ્યું હતું કે, કોઈ પણ આરોપી આઠ વર્ષથી જેલમાં બંધ હોય તો સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર જામીન મળી મળી શકે છે. હાલ તેની ઉંમર 82 વર્ષ થઈ છે. તેમજ જૂન મહિનાના હેલ્થ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે કોર્ટે તેમના લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. કોવિડ પછી ઉપરાંત અન્ય કેટલીક બીમારીઓ છે. જેલના સમય દરમિયાનમાં કેટલીક વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે નવો મેડિકલ રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ જામીન અરજીની વધુ સુનાવણી તા. 26મી નવેમ્બર સુધી મુલત્વી રાખી છે.
અત્રે ઉલ્લેખનીય છે તે, ગુજરાતમાં આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ તેમની સાધ્વીઓએ જ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ આસારામની સામે એક ફરિયાદ થઈ હતી. અમદાવાદમાં દીપેશ અને અભિષેક નામના બે પિતરાઈ ભાઈઓના અપમૃત્યુ કેસમાં આસારામ અને અમદાવાદ સ્થિત આસારામ આશ્રમના નામે વિવાદ શરૂ થયો હતો.