દિલ્હીઃ દુશ્મનોને પરાસ્ત કરવા માટે ભારત દ્વારા રાફેલ વસાવવામાં આવ્યાં છે. એટલું જ નહીં ભારત-ચીન વચ્ચે ઉભા થયેલા વિવાદને પગલે સરહદ ઉપર રાફેલ પણ તૈનાત કરવામાં આવ્યાં હતો. એરફોર્સ દ્વારા યુદ્ધ વિમાન માટે ખાસ હથિયાર હમરની માંગણી કરાઈ હતી. જેનો ફ્લાઈટ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ હથિયાર GPS વગર પણ પોતાના ટાર્ગેટને શોધીને ખાતમો બોલાવી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ-પશ્ચિમી ફ્રાંસમાં આ મિસાઈલના 1,000 કિલોના વર્ઝનનો રાફેલ સાથે ફ્લાઈટ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. લગભગ 1200 કિલો વજન ધરાવતી એસસીએએલપી ક્રુઝ મિસાઈલ પણ રાફેલ વડે દાગી શકાશે. આ મિસાઈલ પણ રાફેલ વિમાનનો મહત્વનો ભાગ રહેશે. હમર મિસાઈલની રેંજ્જ 20 થી 70 કિલોમીટર સુધીની હોઈ શકે છે. વિસ્તાર ગમે તેવો હોય પણ આ મિસાઈલ દુશ્મનને શોધીને નિશાન પાર પાડે છે. આ મિસાઈલને ઓછી ઉંચાઈ અને પહાડી વિસ્તારમાં પોતાનો શિકાર શોધવામાં મહારત હાંસલ છે. આ એક ગાઈડેડ મિસાઈલની માફક કામ કરે છે અને બોમ્બની માફક પણ. આ એક મોડ્યુલર હથિયાર છે. જેનો અર્થ એ થયો કે તેને ચલાવવા માતે કોઈ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવાની જરૂર નથી. તેને સેટેલાઈટ ગાઈડેંસ, ઈન્ફ્રારેડ સીકર અને લેઝર દ્વારા ગાઈડ કરી શકાય છે. હમર કિટને જુદી જુદી સાઈઝના બોમ્બ સાથે ફીટ કરી શકાય છે. 1000 કિલોનું જે વર્ઝનનો ફ્લાઈટ ટેસ્ટ થયો છે તે ભલભલા બંકરનું પણ નામોનિશાન મિટાવી શકે છે.