Site icon Revoi.in

બળાત્કાર પીડિતાને ઝડપી ન્યાયઃ કોર્ટે એક જ દિવસમાં સુનાવણી પૂર્ણ કરીને આરોપીને સજા ફરમાવી

Social Share

દિલ્હીઃ દેશની અદાલતોમાં મોટી સંખ્યામાં કોર્ટ પેન્ડીંગ પડ્યાં છે. જો કે, બિહારની એક કોર્ટે માત્ર એક જ દિવસમાં જ સાક્ષીઓની જુવાની, બંને પક્ષના વકીલોની દલીલ અને ચુકાદો જાહેર કરી દીધો હોવાનું જાણવા મળે છે. બિહારની આ કોર્ટે ઝડપી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પુરુપાડ્યું છે. બિહારમાં અરરિયા જિલ્લાની અદાલતે એક જ દેસમાં ચુકાદો જાહેર કરીને સમગ્ર દેશમાં એક ઉદાહરણ પુરુ પાડ્યું છે. જિલ્લા અદાલતે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસની સુનાવણી કરીને એક જ દિવસમાં સાક્ષીઓના નિવેદન, બંને પક્ષના વકીલોની દલીલ પૂર્ણ કરીને આરોપીને ગુનેગાર ઠરાવીને આજીવન કેસની સજા ફરમાવી હતી. હવે આ કેસની સુનાવણી સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

બિહારમાં પોક્સો એક્ટની ખાસ અદાલતના ન્યાયધીશ શશિકાંત રાયએ આરોપીને સજાનો આદેશ સંભળાવ્યો હતો. અરરિયાના નરપતગંજ પોલીસ સ્ટેશનમાં આ વર્ષની 23મી જુલાઈના રોજ સગીરા ઉપર બળાત્કારનો કેસ નોંધાયો હતો. તપાસનીશ અધિકારી રીતા કુમારીએ આરોપીને ઝડપી લઈને 18મી સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં ચાર્જશીટ ફીલ કરી હતી. આ કેસની કાનૂની કાર્યવાહી માટે જજ શશિકાંત રાયની અદાલતમાં આવ્યો હતો અને 24મી સપ્ટેમ્બરના રોજ આરોપી સામે આરોપનામુ ઘડવામાં આવ્યું હતું. પોક્સો કોર્ટના વિશેષ ન્યાયાધીશ શશિકાંત રાયએ એક જ તારીખ ઉપર સુનાવણી કરીને 10 સાક્ષીઓના નિવેદન તપાસ્યાં હતા. તેમજ આરોપી દિલીપ યાદવને દોષી જાહેર કરીને આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. એટલું જ નહીં રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત પીડિતાને રૂ. 7 લાખ વળતર પેટે ચુકવા માટે પણ આદેશ કર્યો છે.