ઝડપથી વજન ઘટાડવું શરીર માટે હાનિકારક બની શકે છે, ગંભીર બીમારીઓ થઈ શકે
ઘણા લોકો વજન ઓછું કરવા માટે શોર્ટ કટ અપનાવે છે. પણ તે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાન કારક સાબિત થઈ શકે છે. ઝડપથી વજન ઓછું કરવાથી ઘણા નુકશાન થઈ શકે છે. વજન ઓછું કરવાનો મતલબ ખાલી દુબળું થવું નહી, પણ તેનો હેતુ સ્વસ્થ દેખાવનો પણ છે.
ઝડપથી વજન ઘટાડવા માંગો છો, તો તેનાથી સ્નાયુઓને ખૂબ વધારે નુકશાન પહોચીં શકે છે. નબળા મેટાબોલિજની સમસ્યા થઈ શકે છે. ઓછી કેલેરી વાળા ડાયટ લેવાથી ઝડપથી વજન ઘટવા લાગે છે. સાથે જ તેનાથી સ્નાયુઓને નુકશાન પહોંચે છે.
તેનાથી મસલ્સ કમજોર થવા લાગે છે અને શરીરમાં પાણીની કમી થવા લાગે છે.જેના કારણે કમજોરી થવા લાગે છે. ઝડપથી વજન ઓછું થવાને કારણે થાક લાગવો, વાળ ખરી જવાની સમસ્યા, એનીમિયા, નબળા હાડકા અને ખરાબ ઈમ્યુનિટી અને ફંક્શનથી જોડાયેલ સમસ્યાઓ થઈ શકે છે.
ઝડપથી વજન ઓછુમ કવાના ચક્કરમાં શરીરને ઘણા પ્રકારના નુકશાન થઈ શકે છે જેવા કે- વધારે થાક, મસલ્સ ક્રૈમ્પ, ચક્કર આવવા, કબજીયાત અને ઠંડી લાગવી અને ચિચચિડાપણની ફરિયાદો.