- અફઘાનિસ્તાનના રાશિદ ખાનનો નવો રેકોર્ડ
- 20 વર્ષ, 350 દિવસની વયે ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ
- તાતેંદા તાઈબૂનો રેકોર્ડ રાશિદ ખાને તોડયો
બાંગ્લાદેશ વિરુદ્ધ ચટગાંવ ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનની કેપ્ટનશિપ કરી રહેલા રાશિદ ખાને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી યુવા કેપ્ટન તરીકેનો રેકોર્ડ બનાવ્યો છે. ગુરુવારે 20 વર્ષ 350 દિવસના રાશિદે તાતેંદા તાઈબૂના રેકોર્ડને તોડયો છે.
તાઈબૂએ 2004માં 20 વર્ષ 358 દિવસની વયે હરારેમાં શ્રીલંકા સામેની મેચમાં ઝિમ્બાબ્વેનું નેતૃત્વ કર્યું હતું. આ યાદીમાં ત્રીજા સ્થાને મંસૂર અલી ખાન પટૌડી છે. તેમણે 21 વર્ષ 77 દિવસની વયે બ્રિજટાઉનમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 1962માં ભારતની કેપ્ટનશિપ કરી હતી.
ત્રણેય ઈન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી ઓછી વયના કેપ્ટન
વનડે ઈન્ટરનેશનલ : 19 વર્ષ-165 દિવસ – રાશિદ ખાન – અફઘાનિસ્તાન- માર્ચ, 2018
ટી-20 ઈન્ટરનેશનલ : 20 વર્ષ-22 દિવસ, ટી. ફાસવાના – બોત્સવાના- મે, 2019
ટેસ્ટ : 20 વર્ષ – 350 દિવસ- રાશિદ ખાન- અફઘાનિસ્તાન- સપ્ટેમ્બર, 2019
અફઘાનિસ્તાન આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો નથી, કારણ કે માત્ર નવ ટોચના પૂર્ણ સદસ્ય દેશ જ આ પ્રતિસ્પર્ધામાં સામેલ થઈ રહ્યા છે.