આજથી દરેક લોકો માટે ખુલી રહ્યું છે રાષ્ટ્રપતિ ભવન અને મ્યૂઝિયમ કોમ્પલેક્ષઃ જો તમે પણ મુલાકાત લેવા ઈચ્છતા હોવ તો આ રીતે કરો સ્લોટ બુક
- રાષ્ટ્રપતિ ભવન અને મ્યૂઝિયમ આજથી ખુલ્લુ મુકાશે
- સામાન્ય લોકો પર કરી શકશે વિઝિટ
- આ માટે કરાવું પડશે એડવાન્સ બુકિંગ
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને કારણે અનેક જાહેર સ્થળોથી લઈને જોવા લાયક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા ત્યારે હવે આજથી એટલે કે 1 ઓગસ્ટથી રાષ્ટ્રપતિ ભવન અને મ્યુઝિયમ સંકુલ દરેક સામાન્ય જનતા માટે ખોલવામાં આવી રહ્યું છે, કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં બંધ કરવામાં આવ્યું હતું.
આ બાબતે રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ,રાજપત્રિત રજાઓ સિવાય, શનિવાર-રવિવારે રાષ્ટ્રપતિ ભવનની અલગ અલગ સમયમાં મુલાકાત લઈ શકાય છે. આ સ્થળોની મુલાકાત માટે અલગ અલગ સમય સ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. એક સમયે વધુમાં વધુ 25 લોકોને અંદર પ્રવેશ આપવામાં આવશે. કોરોનાની જે વર્તમાન સ્થિતિ છે તેને જોતા આ નિર્ણય લેવાયો છે, જેથી વધુ લોકો એકત્રિન ન થાય અને ભીડ થતી અટકે,
મળતી માહિતી પ્રમાણે વિઝિટ કરનારા લોકો સવારે 10.30 થી 11 વાગ્યે, 12-30 થી 1-30 વાગ્યે અને 2-30 થી 3-30 વાગ્યાના જૂદા જૂદા સ્લોટમાં રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લઈ શકશે.
રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમ સંકુલ મંગળવારથી રવિવાર સુધી એટલે કે ગેઝેટેડ રજાઓ સિવાય અઠવાડિયામાં 6 દિવસ ખુલ્લું રહેશે. આ માટે પણ, લોકો સવારે 9.30 થી 11.30, સવારે 11.30 થી 1 30 અને બપોરે 3:30 થી 5 વચ્ચેનો સ્લોટ બુક કરાવી શકે છે.આ માટે એક સાથે માત્ર 50 જેટલા લોકોને પ્રવેશ આપવામાં આવશે.
રાષ્ટ્રપતિ ભવન અને મ્યૂઝિમની મુલાકાત લેવા ઈચ્છતા લોકોએ ઓનલાીન સ્લોટ જોવાનો રહેશે ત્યાર બાદ તેઓ પોતાનો સ્લોટ એડવાન્સમાં બુકિંગ કરાવીને જ તે સ્થળોની મુલાકાત લઈ શકશે.
જો તમે આ બન્ને સ્થળોની મુલાતાક લેવા ઈચ્છો છો અને બુકિંગ કરવા માંગો છો તો તમારે આ લીંક પર જઈને સ્લોટ બુક કરાવવાનો રહેશે
https://rashtrapatisachivalaya.gov.in/
અથવા