Site icon Revoi.in

રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન હવે અમૃત ગાર્ડન તરીકે ઓળખાશે – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ઘણા વિવાદિત મુગલના શાસન દરમિયાનના શહેરો કે રેલ્વે સ્ટેશનના નામો બદલવામાં આવી રહ્યા છે તે શ્રેણીમાં હવે  રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યું છે.જાણકારી પ્રામાણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું.

રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું કે, ‘આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસર પર અમૃત મહોત્સવની થીમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિએ ઉદ્યાન ઉત્સવ 2023 અંતર્ગત અમૃત ઉદ્યાનનું પણ નિરીક્ષણ કર્યું હતું. મુઘલ ગાર્ડનનું નામ બદલવાની માહિતી શનિવારે રાષ્ટ્રપતિની ઉપસચિવ નાવિકા ગુપ્તાએ આપી હતી. 31 જાન્યુઆરીથી 8 માર્ચ સુધી સામાન્ય જનતા પણ  આ ગાર્ડનની સુંદરતા માણી શકશે.

જો આ ગાર્ડનની વાત કરીએ તો તે 15 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં તમને 138 પ્રકારના ગુલાબ, 15 હજારથી વધુ ટ્યૂલિપ બલ્બ અને 5 હજારથી વધુ પ્રકારના મોસમી ફૂલો જોવા મળશે. આ ફૂલોની માહિતી માટે નિષ્ણાતો પણ હાજર છે. તે જ સમયે, મોટાભાગના વૃક્ષો પર QR કોડ્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેને મોબાઇલથી સ્કેન કરી શકાય છે અને તમે આ વૃક્ષો વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો.