1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રસ મધૂર ગણાતી કેસર કેરીને ટક્કર મારે એવી કેરીની નવી જાત રસરાજ, કૃષિ વિજ્ઞાનિકોનું સંશોધન
રસ મધૂર ગણાતી કેસર કેરીને ટક્કર મારે એવી કેરીની નવી જાત રસરાજ, કૃષિ વિજ્ઞાનિકોનું સંશોધન

રસ મધૂર ગણાતી કેસર કેરીને ટક્કર મારે એવી કેરીની નવી જાત રસરાજ, કૃષિ વિજ્ઞાનિકોનું સંશોધન

0
Social Share

અમદાવાદઃ ઉનાળાના આગમન બાદ હવે કેરીની સીઝન શરૂ થશે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગીરની કેસર કેરીની સૌથી વધુ માગ રહેતી હોય છે. હવે તો વલસાડની કેસર અને હાફુસ તેમજ કચ્છની કેસર કેરીની માગ પણ વધતા જાય છે. ત્યારે  22 વર્ષ બાદ ગુજરાતીઓને ઉનાળામાં કેરીની વધુ એક વેરાયટીનો સ્વાદ માણવા મળશે. ગુજરાતના ખેડૂતો મોટાભાગે કેસર, આલ્ફાન્ઝો અને લંગડા કેરીનું વાવેતર કરે છે. પરંતુ આણદં એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ  કેરીની એક નવી જાત– આણંદ રસરાજ અથવા ગુજરાતી કેરી-1  વિકસાવી છે. કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, તે વધારે ઉજપ આપતી અને સારી ગુણવત્તા ધરાવતી કેરી છે. આણંદ- રસરાજ તેના સ્વાદ, ફળના આકાર તેમજ એક નવી ઉપજના કારણે કેસર કરતાં પણ વધારે સારૂ  માર્કેટ મેળવવાની ક્ષમતા ધરાવે છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે,  વર્ષ 2000માં ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ કેરીની સોનપરી જાત વિકસાવી હતી, જેની પણ સારી ડિમાન્ડ જોવા મળી હતી. ત્યારબાદ કેરીના વિવિધ છોડ ઉછેરીને એનું સંશોધન કરવામાં આવતું હતુ. દરમિયાન કેરીના નવી જ જાત આંબા ઉછેરવામાં આવ્યા છે. અને એમાં કેરીના જે ફળ આવ્યા છે. એને હાલ રસરાજ તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. આણદં રસરાજ કેરી ઉત્પાદકો અને ગ્રાહકોની માગને સંતોષવાની ક્ષમતા ધરાવે છે’,

એએયુના વાઈસચાન્સેલર ડો. કે બી કથીરિયાએ માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું.  ડિરેકટર ઓફ રિસર્ચ ડો. એમકે ઝાલા અને ડો. એચસી પરમાર, ડો વિનોદ મોર તેમજ જબુગામના એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશનના વૈજ્ઞાનિકોની ટીમ તેમજ મારી ટીમે સંયુક્તરીતે કેરીની  નવી જાતને  વિકસાવી છે.  ગ્રાહકોની પસંદગી મોટાભાગે ફળોની ગુણવત્તા, સ્વાદ અને શેલ્ફ લાઈફ પર આધારિત છે. લંગડો કેરી સારી જાત હોવા છતાં તે ઓછી શેલ્ફ લાઈફ ધરાવે છે. જ્યારે  કેસર તેની ગુણવત્તા તેમજ સ્વાદના કારણે સ્થાનિક અને વિદેશી બજારોમાં સારી માગ ધરાવે છે. જ્યારે નવી સંશોધિત આણંદ-રસરાજ કેરી સારી શેલ્ફ લાઈફ, ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ તેમજ ઉપજ ધરાવતી હોવાથી  સારૂએવું  માર્કેટ મેળવવાની ક્ષમતા ધરાવે છે.

તેમણે ઉમેર્યું હતું કે, કેરીની નવી જાત પ્રતિ વૃક્ષે  57.4  કિલો અથવા પ્રતિ હેકટરે 11.49 ટનની ઉજપ આપે છે.  આ ફળ લંગડો કરતાં  29.86  ટકા, દશેહરી કરતાં  44.95 ટકા, કેસર કરતાં 30.45 ટકા, સોનપરી કરતાં  31.35 ટકા, સિંધુ કરતાં 77.16 ટકા અને મલ્લિકા કરતાં 27.84 ટકા વધારે ઉપજ ધરાવે છે.આણંદ -રસરાજની વધુ એક સારી ખાસિયત એ છે કે તે નિયમિત રીતે ફળ આપે છે. આ વિશેષતા લંગડો કે દશેહરીમાં જોવા મળતી નથી. લંગડો અને કેસરની જેમ, આણદં રસરાજમાં ફળ માત્ર 110  દિવસમાં સમયસર પાકે છે. પરિપકવ ફળો લાંબાથી મધ્યમ કદના હોય છે તેની છાલ લિસ્સી અને પીળા કલરની હોય છે, જ્યારે તે પાકે ત્યારે પીળા રંગનો પલ્પ હોય છે. રસપ્રદ વાત એ છે કે, અન્ય લોકપ્રિય જાતોની સરખામણીમાં આ નવા પ્રકારની કેરીમાં જંતુઓના કારણે થતું નુકસાન ન્યૂનતમ છે. અન્ય પ્રકારની કેરીઓમાં ફળ પર બેસતા જંતુઓ તેની શેલ્ફ લાઈફ અને બજાર ભાવને ખરાબ રીતે નુકસાન કરે છે. પરંતુ આણદં રસરાજના કેસમાં આ નુકસાન ઓછું છે. અમે હવે ખેડૂતો તેમજ નર્સરી ઉત્પાદકોની માગને ઓછી કરવા કલમી છોડની સંખ્યા વઘારી રહ્યા છીએ. કારણ કે, આગામી વર્ષેામાં તેની માગ વધશે તેવી અમને ખાતરી છે’, તેમ કથીરિયાએ કહ્યું હતું. નવી જાતને તમામ યુનિવર્સિટી રિસર્ચ કમિટી તેમજ ગુજરાતની સ્ટેટ સીડ સબકમિટી તરફથી મંજૂરી મળી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code