Site icon Revoi.in

રતન ટાટા પર બનશે વેબસિરીઝ,આ કંપનીએ વેબસિરીઝ બનાવવાનું શરૂ કર્યું કામ

Social Share

મુંબઈ:બિઝનેસ ટાયકૂન રતન ટાટા દેશના જાણીતા વ્યક્તિત્વ છે.ટાટા ગ્રુપનું આજના સમયમાં લાખો કરોડનું ટર્નઓવર છે.રતન ટાટાના જીવનનો 200 વર્ષનો ઈતિહાસ ઘણો ખાસ રહ્યો છે,એવામાં હવે રતન ટાટા વિશે વેબ સિરીઝ બનાવવાની વાત સામે આવી છે.ઓલમાઈટી મોશન પિક્ચર આ વેબ સિરીઝ બનાવવા જઈ રહ્યું છે.

જો રિપોર્ટનું માનીએ તો રતન ટાટા પર બનવા જઈ રહેલી આ સિરીઝ માટે ટાટા ફેમિલી વિશે પણ જણાવવામાં આવશે.જેના માટે સંમતિ મેળવી લેવામાં આવી છે.આ સિરીઝ 3 ભાગોમાં બતાવવામાં આવશે. રતન ટાટા અને ટાટાની આખી વાર્તા એક નવલકથા પર આધારિત હશે.સિરીઝની વાર્તા વરિષ્ઠ પત્રકાર ગિરીશ કુબેરના પુસ્તક પર આધારિત છે.

આ પુસ્તકનું નામ છે – The Tatas: How a Family Built a Business and a Nation. અહેવાલો અનુસાર, પ્રોડક્શન હાઉસે આ પુસ્તકના અધિકારો લઈ લીધા છે.આ સિરીઝમાં રતન ટાટાના જીવનના દરેક નાના-મોટા પાસાઓને બતાવવામાં આવશે, તેથી પ્રોડક્શન હાઉસ તેમાં કોઈ અવકાશ રાખવા માંગતું નથી અને ઘણા સંશોધનો સાથે તેના પર તેણે પ્રી-પ્રોડક્શન વર્ક શરૂ કરી દીધું છે. સાથે જ સ્ક્રિપ્ટ પર કામ પણ શરૂ થઈ ગયું છે.

હવે રતન ટાટાનું જીવન પડદા પર જોવા મળશે, તો સવાલ એ થાય છે કે આવા શક્તિશાળી વ્યક્તિત્વની ભૂમિકા કોણ ભજવશે? સમાચાર અનુસાર, અત્યાર સુધી કોઈ અભિનેતાની પસંદગી કરવામાં આવી નથી, પરંતુ આ શ્રેણીમાં રતન ટાટાના પાત્ર માટે ખાસ ચહેરાની શોધ ચાલી રહી છે.સાથે જ, આ સિરીઝ OTTની કઈ ચેનલ પર બતાવવામાં આવશે તેની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે, પરંતુ અહીં પણ હજુ મહોર મારવાની બાકી છે. તે નિશ્ચિત છે કે,રતન ટાટાની સિરીઝ માટે OTTના ઘણા દિગ્ગજ પ્લેટફોર્મ્સ વચ્ચે જંગ થશે.

ટાટા જૂથ સાથે સંબંધિત સંઘર્ષની વાર્તા ખૂબ જ લોકપ્રિય છે, ટાટા જૂથ જેની શરૂઆત જમશેદજીએ માત્ર 21 હજાર રૂપિયાથી કરી હતી.રતન ટાટા એક પ્રખ્યાત ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના નિવૃત્ત ચેરમેન છે.તેઓ 1991 થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન હતા. 28 ડિસેમ્બર 2012ના રોજ તેમણે ટાટા ગ્રુપના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું પરંતુ તેઓ ટાટા ગ્રુપના ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન તરીકે યથાવત જ છે.