અમદાવાદઃ શહેરમાં આજે 147મી રથયાત્રામાં જય જગન્નાથજીના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા ભક્તિરસનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળ્યા છે. રથયાત્રા નીજ મંદિરેથી નિકળીને જમાલપુર દરવાજા પાસે સવારે 10.5 કલાકે પહોંચી હતી. રથયાત્રામાં જય જગન્નાથજીના નાદ સાથે લોકો ભગવાનના દર્શન માટે અધિરા બન્યા હતા. રથયાત્રામાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જગન્નાથની રથયાત્રામાં ‘અખાડા અને કરતબ’એ આકર્ષણ જમાવ્યું છે. યુવાનોની તલવારાબાજીથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા છે.
રથયાત્રા ખમાસા પહોંચી ગઈ છે. જ્યાં જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના મુસ્લિમ અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતુ. ત્યારબાદ રથયાત્રા જમાલપુર દરવાજા તરફ આગળ વધી હતી, રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહી છે. રથયાત્રાની સાથે જોડાયેલા ગજરાજ ઢાળની પોળની નજીક પહોંચ્યા હતા. તો બીજી તરફ ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં પણ ભક્તો રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રથયાત્રમાં 101 ટ્રક ટેબલો આકર્ષણ જમાવ્યું છે. અલગ-અલગ થીમ પર બનેલા ટેબલો જોઈને લોકો અભિભૂત થઈ રહ્યા છે. રોડની બંને સાઈડ ભક્તો રથયાત્રાની પ્રતીક્ષા કરી રહ્યા છે.
રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. હાલ રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રસાદી લેવા માટે પડાપડી થઈ રહી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહી છે. રથયાત્રાની સાથે જોડાયેલા ગજરાજ ઢાળની પોળની નજીક પહોંચ્યા હતા. તો બીજી તરફ ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં પણ ભક્તો રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રથયાત્રમાં 101 ટ્રક ટેબલો આકર્ષણ જમાવ્યું છે. અલગ-અલગ થીમ પર બનેલા ટેબલો જોઈને લોકો અભિભૂત થઈ રહ્યા છે. રોડની બંને સાઈડ ભક્તો રથયાત્રાની પ્રતીક્ષા કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાયા છે. સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષામાં DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોનો તૈનાત કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા ભાવિકો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા.