Site icon Revoi.in

ગુજરાતમાં ભાજપના શાસનમાં રથયાત્રા કર્ફ્યુ મુક્ત બનીઃ અમિત શાહ

Social Share

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ નજીક ગાંધીનગરના રૂપાલ ગયાં હતા. જ્યાં તેમણે વરદાયિની માતાજીના મંદિરમાં દર્શન કર્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે કહ્યું કે, હું 7 વર્ષ નો હતો ત્યારે મારી બા મને ટ્રેક્ટરમાં લઈને અંહી દર્શન કરવા લઈ આવ્યા હતા. આ પ્રસંગ્રે તેમણે કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું કે, ભાજપના શાસનમાં રથયાત્રા કર્ફ્યુ મુક્ત બની છે.

રૂપાલમાં વરદાયિની માતા મંદિર ટ્રસ્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોંગ્રેસના રાજમાં રથયાત્રા સમયે લોકોના જીવ ટાળવે ચોટી જતા હતા. તોફાનો થતા અને ગોળીબારની પણ ઘટનાઓ બનતી હતી. જો કે, રાજ્યની જનતાએ ભાજપને સત્તા સોંપ્યા બાદ કરફ્યુ હવે ભૂતકાળ બની ગયો છે. હવે અમદાવાદમાં કરફ્યુ મુક્ત વાતાવરમમાં ભાઈચારા સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, હું નાનો હતો ત્યારે મારી બા દર્શન કરવા લઈને આવતા હતા. આ મંદિરનો વિકાસ કરવામાં આવશે અને વર્ષ 2024 પહેલા રૂપાલ બદલાઈ ચુક્યું હશે અને લોકો ઓળખી પણ નહીં શકે.

વરદાયિની મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીના માર્ગદર્શન અને તેમના સૂચન બાદ કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ આ મંદિરનો વિકાસ કરવામાં આવશે. આ યોજના થકી આ મંદિર ખાતે તેના બ્યુટીફિકેશન, ગાર્ડન, રહેવાની સુવિઘા, પાર્કિગ, ભોજન સહિત તમામ જરૂરિયાતને લક્ષમાં રાખી વિકાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની આ યોજના થકી વરદાયનિ માતાજીનું મંદિર દેશભરમાં આસ્થાના કેન્દ્ર સાથે એક પર્યટક સ્થળ બની રહેશે.