- આ વખતે બે ગણુ અનાજ રાશનકાર્ડ ઘારકોને મળશે
- હોળીના પર્વને લઈને સરકારનો નિર્ણય
કેન્દ્રની સરાક સતત ગરીબને પડખે રહે છે ત્યારે હવે રાશનકાર્ડ ગ્રાહકોને બમણો ફાયદો તહેવારોમાં મળવા જઈ રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ દેશભરમાં ગરીબોને મફત રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દેશના 80 કરોડ લોકોને તેનો નિયમિત લાભ મળી રહ્યો છે.ત્યારે હોળી પહેલા રેશનકાર્ડ ધારકોને ફેબ્રુઆરી મહિનામાં વધુ એક મફત રાશન મળવા જઈ રહ્યું છે.
જાણકારી પ્રમાણે સરકાર દ્વારા આ રાશન હોળી પહેલા એટલે કે 8મી માર્ચ પહેલા ગરીબ પરિવારોને રાશન મળી જશે તેવી તૈયારી છે. આ રાશનનું વિતરણ 20 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે જેથી કરીને પરિવારના લોકો હોળી સારી રીતે મનાવી શકે આ રાશન એક્સ્ટ્રા આપવામાં આવી રહ્યું છે એચટલે કે ચાલુ મહિનાનું તો મળી ચૂક્યું છે છત્તા હોળઈને લઈને વધુ આપવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ખાદ્ય અધિનિયમ હેઠળ, કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના ગરીબ પરિવારોને મફત રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.તાજેતરમાં, સરકારે તેની અવધિ આ વર્ષે ડિસેમ્બર સુધી લંબાવી છે.કેન્દ્ર સરકાર NFSA હેઠળ આખા વર્ષ દરમિયાન મફત રાશનનું વિતરણ કરે છે. આ રાશનનો લાભ ગરીબ લોકો પરનો આર્થિક બોજ ઘટાડવા માટે વાપરવામાં આવી રહ્યો છે.