છ મહિનાથી અનાજ લીધું ન હોય તેવા રેશનકાર્ડ સાઇલન્ટની યાદીમાં મૂકી દેવા સરકારનો આદેશ
રાજકોટઃ સરકાર દ્વારા રેશનકાર્ડ પર અનાજ ન મેળવતા પરિવારોના કાર્ડ રદ કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 6 મહિના કે તેથી વધુ સમયથી એનએફએસએના જે રેશનકાર્ડ ધારકોએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ મેળવવાનો લાભ લીધો ન હોય તેવા રેશનકાર્ડધારકોને સાયલન્ટની કેટેગરીમાં મૂકી ને તેમને મળતું અનાજ બધં કરવાનો આદેશ અન્ન અને નાગરિક પુરવઠા નિગમની કચેરી દ્વારા તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓને કરવામાં આવ્યો છે.
એક અંદાજ મુજબ સૌરાષ્ટ્ર્રમાં આ પ્રકારના 1.94,760 અને રાજકોટ જિલ્લામાં 29015 રેશનકાર્ડ ધારકો આવી કેટેગરીમાં આવી જાય છે. આવા રેશનકાર્ડ રદ કરતા પહેલા જેતે રેશનકાર્ડ ધારકને એક મેસેજ મોકલવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને તેમાં એવું જણાવવામાં આવશે કે આપના રેશનકાર્ડ ઉપર લાંબા સમયથી કોઈપણ પ્રકારે વિતરણ માટે ટ્રાન્જેકશન કરવામાં આવેલ નથી તેથી આપણા કુટુંબના તમામ સભ્યોના આધારકાર્ડ નંબરની વિગતો સાથે નજીકની મામલતદાર કચેરી અથવા તો ઝોનલ કચેરીનો તાત્કાલિક સંપર્ક સાધી કેવાયસી ની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના ની પરિસ્થિતિ માં ગુજરાતમાં લાખો પરિવારોને વડાપ્રધાનની ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફતમાં ઘઉં ચોખા સહિતનુ અનાજ આપવામાં આવ્યું હતું ગયા મહિને તો લાભાર્થીઓની સંખ્યામાં વધારો કરવા માટે રીતસર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને હવે રેશનકાર્ડ ધારકો ઓછા કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
મફતમાં અનાજ મેળવવાની સરકારની આ યોજનામાં અનેક પૈસાપાત્ર પરિવારો પણ ઘુસી ગયા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠયા બાદ સરકારે આ નિર્ણય લીધો હોવાનું જણાવવામાં આવે છે પરંતુ નામ ચડાવવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે સરકારી તંત્રે જ નામ ચડાવ્યા હોવા છતાં હવે યારે સમગ્ર વિગતો બહાર આવી રહી છે ત્યારે અધિકારીઓને કલીન ચીટ આપવા પ્રયાસો થતાં હોય તેવું જણાઈ રહ્યું છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં રાય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ઝુંબેશ હાથ ધરી ને દસ લાખ ગરીબ પરિવારોને સામેથી ફડ સિકયુરિટી સ્કીમમાં સમાવી લેવામાં આવ્યા હતા અને હવે તે પૈકીના પોણા બે લાખ જેટલા લાભાર્થીઓ સરકારને ખોટા ગરીબ હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં 194760 ૦ સહિત સમગ્ર રાયમાં પાંચ લાખ 60 હજાર જેટલા આવા ખોટા ઘૂસી ગયેલા રેશનકાર્ડ ધારકો હોવાનું સરકારી તંત્રનો પ્રાથમિક અંદાજ છે.