Site icon Revoi.in

અભિનેત્રી રવિના ટંડને દિકરી રાશાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા – દિકરીની ઉપલબ્ધીઓની કરી જાણ

Social Share

મુંબઈ – બોલિવૂડ સ્ટારકીડ્સ અનેક ચર્ચામાં રહેતા હોઈ છે,ત્આમ સ્ટાર્સના ઘણા બાળકો હજી અભ્યાસ કરી રહ્યા છે, તો કેટલાક બાળકો અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત જોવા મળે છે. યારે રવિના ટંડનની પિત્રી પણ ખૂબજ સુંદર અને સ્માર્ટ જોવા મળે છે,તેમાં અભિનેત્રી રવિના ટંડને તેની પુત્રીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને તેની ઉપલબ્ધીઓ ચાહકોને જણાવી હતી.

રવિનાની પુત્રી રાશા થદાણી હાલ અભ્યા, સાથે જોડાયેલી  છે. તેણે તાઈકવાન્ડો માર્શલ આર્ટ્સ ફોર્મમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે. રવિનાએ પુત્રીનો એક ફોટ શેર કર્યો છે જેમાં તે પોતાનું સર્ટિફિકેટ બતાવતી જોવા મળી રહી છે. માતા અને પુત્રીની આ જોડી કેમેરાને જોતી વખતે પોઝ આપી રહી છે.

રવિનાએ લખ્યું છે કે ‘મારી દિકરી બ્લેકબેલ્ટ. રાશા થદાની ગર્વ છે તારા પર. તમે તમારું માસ્ક નથી હટાવ્યું અને તમામ સુરક્ષા પ્રોટોકોલોનું પાલન કર્યું છે. સલામતીના નિયમો પરીક્ષાના આ સમયે પ્રથમ છે. મને તે ગમ્યું જે રીતે તમે કહ્યું કે – “કાલે સ્કૂલ જવાનું છે.”

ઉલ્લેખનીય છે કે, રવિના ટંડન સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે, થોડા દિવસ પહેલા તેણે યશ મુખતે અને બિગ બોસ ફેમ શહનાઝ ગિલનો રેપ વીડિયો ‘તાવડા ડોગ ટોમી, સદા ડોગ ડોગ’ પર ડાન્સ કર્યો હતો જે ખૂબ વા.રલ થયો હતો. ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો રવિના સાઉથના સુપરસ્ટાર યશ સાથે કેજીએફ ચેપ્ટર 2 માં જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, રવિના લાંબા સમય પછી ફિલ્મોમાં પરત ફરવા જઇ રહી છે. આ સિવાય તે ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 9 માં જજ તરીકે જોવા મળી હતી.

સાહિન-