- કાચા કેળાનું સેવન ખૂબજ ગુમકારી
- વજન ઉતારવામાં કરે છે ફાયદો
- કાચા કેળાના સેવનથી હાડકા બને છે મજબૂત
- ડાયાબિટીઝમાં કાચા કેળા ખૂબ જ હિતાવહ
કાચા કેળાની વેફર આપણા સૌ કોઈની પ્રયિ હોય છે,આજ રીતે કાચા કેળા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે,કાચા કેળાનું સેવન ખાસ કરીને ડાયાબિટીઝના દર્દીઓને રાહત આપવાનું કામ કરે છે,તેમાં અનેક તત્વો જેલા કે પોટેશિયમ, વિટામીન બી6, વિટામીન સી સમાયેલા હોય છે જે દિવસ દરમિયાનની એનર્જી પુરી પાડે છે અને શરીરને પુરતા પ્રમાણમાં પોષણ આપે છે.
જાણો કાચા કેળના સેવનથી થતા ફાયદાઓ
- કાચા કેળા એનર્જીનો સ્ત્રોત ગણાય છે, દિવસ ભરમાં એક કાચુ કેળું ખાશો તો સમગ્ર દિવસ એનર્જીથી ભરેલો રહે છે.
- કાચા કેળાના સેવનથી પાચન શક્તિ મજબૂત બને છે
- કાચા કેળામાં પોટેશિયમની માત્રા પુષ્કર પ્રમાણમાં હોય છે.કાચા કેળામાં રહેલ ફાયબર અને સ્ટાર્ચ આતંરડાઓનું શુદ્ધીકરણ કરવામાં મોટી મદદ કરે છે.
- ડાયાબિટીસના દર્દીઓ માટે લોકો ઘણી બધી દવાઓનું સેવન પણ કરે છે.અને આ દવાઓના વધારે સેવનથી આડઅસર પણ થાય છે. પણ ડાયાબિટીસને નિયંત્રણમાં લાવવા માટે કાચા કેળા તમારી મદદ કરી શકે છે.
- કાચા કેળા એન્ટી-ઓક્સીડેંટ્સ અને સ્ટોર્ચથી ભરપૂર હોય છે. કાચા કેળા તમારું ઓછું કરવા, કબજિયાતથી છુટકારો મેળવવા, ભૂખ વધારવા અને ડાયાબિટીસને નિયત્રંણમાં લાવવા માટે ઘણું ફાયદાકારક ગણાય છે,
- કાચા કેળા આપણા હાડકાઓ મજબૂત કરે છે, કેળામાં વિટામિન, મેગ્નીશિયમ અને કેલ્શિયમની પર્યાપ્ત માત્રા જોવા મળે છે. આથી તે તમારા હાડકાને મજબૂત બનાવવા, અને સાંધાના દુ:ખાવાથી છુટકારો મેળવવા માટે મદદગાર સાબિત થાય છે.
- ભૂખને નિયંત્રિત કરવા માટે :જો તમને વધારે માત્રામાં ભૂખ લાગી રહી છે તો તે મોટાપાનું કારણ બની શકે છે. કાચા કેળામાં ફાઇબર્સ હોય છે. આના સિવાય બીજા એવા ઘણા પોષક તત્વો પણ હોય છે, જે ભૂખને નિયત્રિત રાખવામાં કામ કરે છે. આને ખાવાથી વારંવાર ભૂખ લગતી નથી
- આ સાથે જ વજન ઘટાડવાનો દરરોજ એક કેળું ખાવાની સલાહ આપવામાં આવે છે. કાચા કેળમાં ભરપૂર માત્રામાં ફાઇબર્સ જોવા મળે છે, જે અનાવશ્યક ફેટ સેલ્સ અને અશુદ્વિઓને સાફ કરવામાં મદદરૂપ હોય છે.