કાચી કેરી પણ ડાઈટમાં ઉમેરવી જોઈએ, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઉનાળો શરૂ થતા જ કાચી કેરી મળે છે. જૂના જમાનામાં લોકો કાચી કેરીની અલગ અલગ પ્રકારની વાનગી બનાવતા હતા. ચટણીથી લઈને અથાણું, મુરબ્બો, પન્નાને લોકો ખૂબ પસંદ કરે છે. કાચી કેરી મીઠું નાખીને સાદી ખાવામાં આવતી હતી. આજકાલ લોકોને કાચી કેરી બહુ પસંદ નથી.
• દરેક પ્રકારની વાનગીનો સ્વાદ વધારે
કાચી કેરી અથાણાં અને ચટણીમાં જ ઉપયોગમાં લેવામાં આવતી નથી પરંતુ તેના ખાટા સ્વાદ માટે તેને વાનગીઓમાં પણ ઉમેરવામાં આવે છે. કાચી કેરીનો મીઠો અને ખાટો સ્વાદ જ્યારે ગોળ અથવા ખાંડ સાથે વાપરવામાં આવે છે ત્યારે કોઈપણ બોરિંગ ડિશને સ્વાદિષ્ટ બનાવે છે.
• લૂ લાગવાથી બચાવે છે કાચી કેરી
કાચી કેરીમાં કૂલિંગ ઈફેક્ટ હોય છે જે શરીરને ગરમીથી બચાવે છે. કાચી કેરીમાંથી બનાવેલ પન્ના પીવાથી માથાનો દુખાવો, બેહોશી અને ઉલ્ટી જેવી સમસ્યાઓ મટે છે જે ગરમી અને ગરમીના લીધે થાય છે.
• ઓરલ હેલ્થ માટે ફાયદાકારક
ખાટી કાચી કેરી ખાવામાં આવે તો તેનાથી મોઢાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. કાચી કેરીમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ મોઢામાં રહેલા બેક્ટેરિયાને ખતમ કરે છે. તે દાંતની સમસ્યાઓથી પણ બચાવે છે.
• વેટ લોસમાં મદદ
કાચી કેરીમાંથી બનાવેલ પીણું પીવામાં આવે તો તે ઉનાળામાં બેચેની અને તરસ દૂર કરે છે. આ ઉપરાંત તેમાં ઓછી કેલરી અને ફાઈબર હોય છે. જે અતિશય આહારને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. કાચી કેરીમાં રહેલ ફાઈબર ભૂખ ઘટાડવામાં અને તૃપ્તિ અનુભવવામાં મદદ કરે છે.
• ઈમ્યૂનિટી વધારે છે કાચી કેરી
વિટામિન સી કાચીકેરીમાં વધારે માત્રામાં હોય છે. તેને થાવાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. સાથે શરીરને વિટામિન A અને E પણ મળે છે. બીટા કેરોટીન જેવા એન્ટીઓક્સીડેન્ટ ઈમ્યૂનિટીને વધારે છે.