Site icon Revoi.in

ભારતની વિરાંગનાઓ ભાગ-2: ભારતના પ્રથમ મહિલા શાસક ‘રઝિયા સુલતાન’

Social Share

સાહિન મુલતાની

“કરી ગયા નામ તે ભારતના ઈતિહાસમાં,

ન સ્વીકાર્યું બિરુદ જેમણે ‘સુલતાના’નું,

મેળવીને જંપ્યા બિરુદ ‘સુલતાન’નું”

આજે વાત કરીશું પ્રથમ મહિલા શાસક, ‘રઝિયા સુલતાન’ની,તેમના શાસનનું ભારતીય ઈતિહાસમાં ઘણું મહત્વ છે,તેઓ કુતુબુદ્દીન એબકના ત્યા સેવક તરીકે ફરજ બજાવતા ઈલ્તુતમિશના પુત્રી હતા,રઝિયાના પિતા સારા શાસક હતા,વર્ષ 1210મા કુતુબુદ્દીનના મૃત્યુ પછી દિલ્હીની મદદે આવતા તેઓ દિલ્હીના સુલતાન બન્યા,તેમણે પોતાના બાળકોને લશ્કરી અને માર્શલ આર્ટ્સની તાલીમ આપી હતી.

શ્રેણીના અન્ય લેખ વાંચો:

ભારતની વિરાંગનાઓ ભાગ-1: જાણો પોર્ટુગીઝોને માત આપનારી બહાદુર ‘અબ્બાકા ચૌવટા’ વિશે

The Queens of India-2… Ahilya Bai Holkar: The Philosopher Queen

સમય પસાર થતા તેમણે જોયું કે,તેમના દરેક પુત્રો રાજગાદીના પ્રભાવમાં પડ્યા છે અને જાહોજલાલીમાં વ્યસ્ત છે,રાજગાદી સંભાળવા માટે કોઈ પુત્ર સક્ષમ નથી.વર્ષ 1229માં રઝિયાના સાવકા ભાઈનું મૃત્યુ થાય છે,તે સમયે ગ્વાલિયર સામેના આક્રમણને જીતવા રઝિયાના પિતાએ વર્ષ 1230મા રાજધાની છોડવી પડી.તેમની પુત્રી રઝિયા સુલતાન, જે લશ્કરી તાલીમ અને માર્શલ આર્ટ્સમાં ખુબ માહીર હતી,તેને સત્તા સોપંવામાં આવી.

રઝિયા પોતે મુસ્લિમ રાણી હોવા છતાં હિન્દુ સંસ્કૃતિનો વારસો જાળવી રાખવાના સતત પ્રયત્ન કર્યા,ક્યારેય હિન્દુ પ્રજાનું દિલ નહોતું દુખાવ્યું, તેમની સાવકી માતા અને ભાઈ તેમને રાજગાદીએ બેસાડવા નહોતા ઈચ્છતા,પરંતુ પિતાના લેખિત પત્રમાં કરેલા ઉલ્લેખથી ના ઈચ્છતા હોવા છતા, 10 નવેમ્બર 1236 ના રોજ “જલાલાત-ઉદ-દીન રઝિયા”ના સત્તાવાર નામ સાથે તેમણે રાજગાદી સંભાળી, તેમણે મુસ્લિમ સ્ત્રીનું પરદામાં રહેવાની વાતનો સખ્ત વિરોધ કર્યો અને પોતે સ્ત્રી હોવા છતાં તેમણે પુરુષનો પોશાક અપનાવ્યો

રઝિયાએ પોતાને ‘સુલતાના’ કહેવડાવવો ઇનકાર કર્યો,સુલતાનાનો અર્થ ‘બીજી’ અથવા ‘તેના પછી’નું થાય,તેઓ પ્રથમ હતા બીજા નહોતા.તે સ્ત્રી હોવા છતા પુરુષના બરાબર હતા,‘પુરુષને સુલતાનનું બિરુદ મળે તો સ્ત્રીને કેમ નહી’,છેવટે તેમણે સુલતાનાનું  બિરુદ નહી સ્વીકારતા સુલતાનનું બિરુદ અપનાવીને “પાંચમાં મુમલુક રાજવંશ શાસક ઇતિહાસમાં શાસન કરનારા પ્રથમ સ્ત્રી સુલતાન બન્યા,જે સદિઓની રાણી ગણાયા,દિલ્હીના સાહસિ શાસક ગણાયા,”

રઝિયાના સત્તામાં આવતા સ્ત્રી શાસન કરે તે વાતથી લોકોમાં ઇર્ષ્યા ફેલાઈ,માટે ભટીંડાના રાજ્યપાલ મલિક ઇક્તીર-ઉદ-દીન અલ્તુનિયાએ રઝિયા વિરુદ્ધ કાવતરું ઘડ્યું.અલ્તુનિયા પણ રઝિયાના બાળપણના મિત્રોમાંના એક હતા,પરંતુ તેમણે રઝિયાના ભાઈ મુઝુદ્દીન બહરામ શાહ સાથે મળીને તેને રીજગાદીનો કબજો અપાવ્યો.

અલ્તુનિયાએ રઝિયાને કેદ કરી ત્યારે તેના ભાઈ મુઝુદ્દીન બહરામ શાહે પોતાને દિલ્હીનો સુલતાન જાહેર કર્યો.તેણે પોતાની બહેનની વિરુદ્ધ અનેક બદનામીની અફવાઓ ફેલાવી હતી. સમય જતા અલ્તુનિયા રઝિયાના પ્રેમમાં પડ્યો, આ પહેલા રઝિયા અને ગુલામ યાકુતના સંબંધો વિશેની અફવાઓ ફેલાઈ હતી જે વાતથી અલ્તુનિયાને ખુબ ઈર્ષા થઈ અને બળવો કર્યો સાથે યાકુતને મોત મળી,છેવટે બન્નેના સમાધાન બાદ અલ્તુનિયાએ રઝિયાએ સાથે લગ્ન કર્યા.

1240મા રઝિયા અને પતિ અલ્તુનિયાએ  રઝિયાના ભાઈએ પચાવી પાડેલા રાજ્ય પર કબ્જો કરવાનો નિર્ણય લીધો.પરંતુ રઝિયાના ભાઈ બહરામ શાહે અનેક લોકોના જુથ સાથે મળીને પતિ-પત્નીને પરાજય કરીને બીજાઓ મારફત તેમની હત્યા કરાવી નાખી,આમ  દિલ્હીની પ્રથમ અને અંતિમ મહિલા સુલતાનનું 35 વર્ષની નાની ઉંમરે અવસાન થયું.