નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે વિદેશી રેમિટન્સનો સમય અને ખર્ચ ઘટાડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જે વિકાસશીલ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે, નવી ટેક્નોલોજી અને પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ ક્રોસ બોર્ડર પેમેન્ટ્સને વેગ આપવા અને વિસ્તરણ કરવા માટે થઈ શકે છે.
“સેન્ટ્રલ બેંકિગ એટ ક્રોસરોડ્સ” વિષય ઉપર આયોજીત સંમેલનને સંબોધતા શક્તિકાંત દાસએ જણાવ્યું હતું કે, “ભારત સહિત ઘણી ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ માટે રેમિટન્સ એ ક્રોસ-બોર્ડર પીઅર-ટુ-પીઅર (P2P) ચુકવણીની શક્યતાઓ શોધવાનો પ્રારંભિક બિંદુ છે.” “અમે માનીએ છીએ કે આવા રેમિટન્સના ખર્ચ અને સમયને નોંધપાત્ર રીતે ઘટાડવાની અપાર સંભાવના છે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, ડોલર, યુરો અને પાઉન્ડ જેવી મોટી ટ્રેડેડ કરન્સીમાં ટ્રાન્ઝેક્શન સેટલ કરવા માટે રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) વિસ્તારવાની શક્યતા દ્વિપક્ષીય અથવા બહુપક્ષીય વ્યવસ્થા દ્વારા શોધી શકાય છે, ભારત અને કેટલીક અન્ય અર્થવ્યવસ્થાઓએ દ્વિપક્ષીય અને બહુપક્ષીય બંને રીતે ક્રોસ બોર્ડર ઝડપી પેમેન્ટ સિસ્ટમ્સ સાથે કનેક્ટિવિટી વિસ્તારવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
સેન્ટ્રલ બેંક ડિજીટલ કરન્સી (CBDCs) એ અન્ય ક્ષેત્ર છે જે કાર્યક્ષમ ક્રોસ-બોર્ડર ચૂકવણીને સરળ બનાવવાની ક્ષમતા ધરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું. સીબીડીસી માટે ક્રોસ બોર્ડર પેમેન્ટ્સ અને ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલ ગંભીર નાણાકીય સ્થિરતાની ચિંતાઓને દૂર કરવા માટે ધોરણો અને આંતર કાર્યક્ષમતાનું સુમેળ ચાવીરૂપ બનશે, એમ તેમણે જણાવ્યું હતું.
આરબીઆઈ ગવર્નરે બેંકિંગ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આનાથી સાયબર હુમલા અને ડેટા ભંગની ઘટનાઓ વધી શકે છે. “બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓએ આ તમામ જોખમો સામે પર્યાપ્ત પગલાં લેવા જોઈએ.