- હવે દરેક એટીએમમાંથી કાર્ડ વગર કેશ કાઢી શકાશે
- રેપો રેટ 4 ટકા પર યથાવત
- આરબીઆઈ ગવર્નરે કર્યું એલાન
- પૈસા કાઢવા યુપીઆઈનો ઉપયોગ કરવાનો રહેશે
દિલ્હીઃ- આજના જીવનમાં એટીએમ ડાણે આપણી જરુરીયાત બની ચૂકી છે, વધારે પૈસા બેંકમાં જમા કરાવીને જરુર પડે ત્યારે આપણે કેડિટ કાર્ડના માધ્યમથી એટીએમમાંથી દિવસ-રાત ગમે ત્યારે ઉપાડી લેતા હોઈએ છીએ, જો કે પૈસા ઉપાડવા ડેબિટ કાર્ડની જરુર પડતી હોય છે, જો કે હવે તમારા માટે એક સારા સમાચાર આવી રહ્યા છે, વાત જાણે એમ છે કે હવે કાર્ડ વિના એટીએમમાંથી પૈસા કાઢી શકશો.
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજરોજ શુક્રવારે મોનેટરી પોલિસીની જાહેરાત કરી હતી.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ત દાસે કહ્યું કે હવે તમામ બેંકોમાં ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવશે. અત્યાર સુધી માત્ર કેટલીક બેંકોમાં કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા હતી. તેમણે કહ્યું કે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકાય છે.તેમના કહ્યા પ્રમાણે આ પગલાથી કાર્ડનું ક્લોન કરીને પૈસા ઉપાડવાની છેતરપિંડી પણ ઓછી થશે.
મોનેટરી પોલિસી કમિટી મીટિંગના પરિણામોની જાહેરાત કરતા, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિ જાળવી રાખીને ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્રીય બેંક તેના નરમ વલણમાં ફેરફાર કરશે.આ સાથે જ MPCએ ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 7.2 ટકા કર્યું છે. આ પહેલાની બેઠકમાં 7.8 ટકાનું અનુમાન લગાવાયું હતું
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી છે. અત્યાર સુધી આ સુવિધા માત્ર કેટલીક બેંકોના એટીએમમાં જ ઉપલબ્ધ હતી.ત્યારે હવે તમામ બેંકો માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.ઉલ્લેખનીય છે કે MPCએ પોલિસી દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 4 ટકા પર યથાવત છે. આ સતત 11મી વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.