- RBI એ રેપો રેટ 0.35 ટકા વધારી 6.25 ટકા કર્યો
- મોંઘવારી પર આવશે નિયંત્રણ
દિલ્હીઃ- એમપીસીની ત્રણ દિવસ ચાલેલી બેઠક બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રેપમાં 0.35 ટકાનો વધારો કર્યો છે. ત્યારબાદ હવે રેપોરેટ વધીને 6.25 ટકા થયો છે.છે. RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. હવે RBIનો રેપો રેટ 5.4 ટકા થી વધીને 6.25 ટકા થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે RBIએ સતત પાંચમી વખત તેમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સેન્ટ્રલ બેંકે મે 2022માં રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત સા કરી હતી. ત્યાર બાદ જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં રેપો રેટમાં 50-50 પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. મે મહિનામાં મળેલી MPCની બેઠકમાં પણ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.90 ટકા કરવામાં આવ્યો હતો.
આ સાથે જ તેમણે જણાવ્યું કે નાણાંકિય વર્ષ 23 માટે સીપીઆઈ ફુગાવોનું પૂર્વાનુમાન 6.7 ટકા પર યથાવત રહ્યો છે. સાથે જ આગામી મહિનાને લઈને કહ્યું કે આવનારા 12 મહિનામાં ફૂગાવાનો દર 4 ટકાથી ઉપર રહેવાની આશા છે. તો સાથે જ સ્ટેડિંગ ડિપોજીટ ફેસિલિટીને 6 ટકા અને માર્જિનલ સ્ટેડિંગ ફેસિલિટી અને બેંક રેટને 6.5 ટકા એડજસ્ટ કરવામાં આવ્યું છે.
રેપો રેટમાં વધારાની જાહેરાત કરતી વખતે, RBI ગવર્નરે એમ પણ કહ્યું હતું કે ફુગાવો આગામી ચાર મહિના સુધી 4 ટકાથી ઉપર રહેવાની શક્યતા છે. MPCના છમાંથી પાંચ સભ્યોએ રેપો રેટ વધારવાના નિર્ણયને ટેકો આપ્યો છે. રેપો રેટની જાહેરાત કરતા RBI ગવર્નરે એમ પણ કહ્યું છે કે દેશમાં ગ્રામીણ માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે.