- આરબીઆઈ એ રેપો રેટમાં વધારો
- રિઝર્વ બેંક એ 0.50 ટકાનો વધારો કર્યો
- હોમલોન કારલોન થશે મોંધી
દિલ્હી- ભારતીય રિઝર્વ બેંક દ્રારા રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે, 3 ઓગસ્ટના રોજથી આ મુદ્દા પર કમિટી દ્રારા ચર્ચાઓ કરવામાં આવી રહી હતી ત્યાર બાદ આરબીઆઈ 0.50 ટકાનો વધારો કરી દીધો છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે રેપો રેટમાં વધારોલ કરાયો હોય.
આ વધારાની સાથે જ રેપો રેટ હવે વધીને 4.9 ટકાથી વધીને 5.40 ટકા થઈ ગયો છે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું છે કે આવ્યું છે કે આ નિર્ણય હાલની અસરથી જ લાગુ થશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે આ નિર્ણયની માહિતી આપી છે
ઉલ્લેખનીય છે તે તાત્કાલિક અસરના ઘોરણે આ વધારો લાગુ થશે જેને લઈને તેની સીધઈ અસર ઘણા લોકોના ખીસ્સા પર પડી શકે છે. રેપો રેટ એ દર છે કે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને ટૂંકા ગાળાની લોન આપે છે. એટલે કે હવે લોનના ઈએમઆઈ વધવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.ટૂંક સમયમાં ઈએમઆઈ વધી શકે છે.
શા માટે ઈએમઆઈ થશે મોંધા
વ્યાજદરમાં વધારાને કારણે બેંકો આરબીઆઈ પાસેથી ઓછા પૈસા લેશે અને બજારમાં નાણાંનો પ્રવાહ નિયંત્રણમાં રહેશે. જો બેંકો આરબીઆઈ પાસેથી મોંઘા દરે લોન લે છે, તો તેઓ સામાન્ય લોકોને પણ મોંઘા દરે લોન આપશે. જેના કારણે સામાન્ય માણસની EMI મોંઘી થશે.
દર વધારાને લઈને જાણો શું કહ્યું RBI ગવર્નર શક્તિકાંત દાસે
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તેમની જાહેરાતમાં જણાવ્યું હતું કે અમે ઉચ્ચ ફુગાવાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છીએ અને નાણાકીય બજારો પણ અસ્થિર જોવા મળી રહ્યા છે. વૈશ્વિક અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નાણાકીય નીતિ સમિતિએ બેન્ચમાર્ક દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન 7.2 ટકા રાખ્યું છે. કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક ફુગાવો 6.7 ટકા રહેવાનું અનુમાન જાળવી રાખ્યું છે. નાણાકીય વર્ષ 2022-23 માટે ફુગાવાની આગાહી 6.7 ટકા પર જાળવી રાખી છે,
ઉલ્લેખનીય છે કે આજના વધારા બાદ રેપો રેટ પ્રી-કોરોના મહામારીના સ્તરે પહોંચી ગયો છે. આરબીઆઈ દ્રારા આ સતત ત્રીજી વખત રેપો રેટ વધારાો છે. આ પહેલા આરબીઆઈએ મે અને જૂનમાં કુલ 0.90 ટકાનો વધારો કર્યો હતો. એટલે કે છેલ્લા ચાર મહિનામાં રેપો રેટમાં 1.4%નો વધારો થયો છે.