- RBI એ ‘ઓલા’ પર દોઢ કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો
- KYC સંબંધિત નિયમોનું પાલન ન કરવાનો આરોપ
દિલ્હીઃ- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં ઓલા પર મોટી કાર્યવાહી કરી છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે આરબીઆઈએ ઓલા ફાઈનાન્સિયલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ પર 1.67 કરોડ રુપિયાનો મોટો દંડ ફટકાર્યો છે.
આ દંડ વસુલવાના મામલે આરબીઆઈએ જણાવ્યું છે કે આ દંડ પ્રીપેડ પેમેન્ટ સિસ્ટમ અને નો યોર કસ્ટમર નિયમો સાથે સંબંધિત જોગવાઈઓનું પાલન ન કરવા માટે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓલા ફાઈનાન્સિયલ સર્વિસ એ ઓલાની પેટાકંપની છે જે એપ આધારિત કેબ સર્વિસ આપતી કંપની છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો ઉપરાંત, તે વ્યક્તિગત લોન પણ આપે છે. ત્યારે હવે તેણે કરોડોનો દંડ આપવાનો વારો આવ્યો છે.
રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં આ અંગે કહેવામાં આવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે ઓલા ફાઇનાન્શિયલ સર્વિસીઝ KYC અંગે જારી કરાયેલા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા પ્રમાણે, આ અંગે અગાઉ કંપનીને નોટિસ પણ મોકલવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે સૂચનાઓનું પાલન ન કરવા બદલ કેમ નહી તેના પક દંડ લગાવવામાં આવે.
ઉલ્લેખની છે કે આરબીઆઈએ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007 હેઠળ દંડ લાદ્યો છે, જે સેન્ટ્રલ બેંકને નિયમોનું પાલન ન કરતી કંપનીઓ પર દંડ લાદવાની સત્તા આપે છે.