નવી દિલ્હીઃ દેશમાં ક્રિપ્ટોકરન્સી માન્ય નથી. એટલું જ નહીં નવેમ્બર 2021માં જાહેરાત છતાં સરકાર ક્રિપ્ટોકરન્સી પર કડક કાર્યવાહી કરવા માટે સંસદમાં બિલ લાવી શકી નથી, જ્યારે આ દરમિયાન સંસદના બે શિયાળુ સત્ર અને બજેટ સત્ર પૂર્ણ થઈ ગયા છે, અને ત્રીજું ચોમાસું સિઝન શરૂ થઈ ગઈ છે. જો કે આ સત્રમાં પણ બિલ લાવવાની કોઈ ચર્ચા નથી. આરબીઆઈ ક્રિપ્ટોકરન્સી ઉપર પ્રતિબંધ લગાવવાના પક્ષમાં હોવાનું જાણવા મળે છે.
નાણામંત્રીનો આ જવાબ લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્ન પર લેખિતમાં સામે આવ્યો છે. નાણાપ્રધાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શું સરકાર દેશમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો ઘડવાનું વિચારી રહી છે?
નાણામંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે આરબીઆઈએ ભારતીય અર્થતંત્ર પર ક્રિપ્ટોકરન્સીની નકારાત્મક અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આરબીઆઈ ક્રિપ્ટોકરન્સીને ચલણ તરીકે માનતી નથી કારણ કે કેન્દ્રીય બેંક અથવા દેશની સરકારને કોઈપણ ચલણ જારી કરવાનો અધિકાર છે. અને તેની મધ્યસ્થ બેંક તે ચલણને માન્યતા આપે છે. પરંતુ ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય સંપૂર્ણપણે અટકળો પર આધારિત છે.