Site icon Revoi.in

ડિજિટલ કરન્સી બાબતે આરબીઆઈ કરી રહ્યું છે વિચાર – જે હેઠળ દેશમાં ઇલેક્ટ્રોનિક કરન્સી કેશમાં પણ થશે કન્વર્ટ

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં ડિજિટલ ઈનિડુિયાને ઘણું પ્રોત્સાહન મળ્યું છે, જેમાં કોરોનાકાળમાં તો મોટા ભાગે ડિજિટલ પેમેન્ચને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે, ત્યારે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની પોતાની ડિજિટલ કરન્સી લાવવા બાબતે પણ વિચારણા કરી રહ્યું છે.

રિઝર્વ બેન્ક Central Bank Digital Currency -CBDC લાવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સેન્ટ્રલ બેન્ક પ્રમાણે પેમેન્ટનું ઝડપી પરિવર્તન પામતું વિઝન, ખાનગી ડિજિટલ ટોકન્સનું આગમન અને કાગળની નોટો અને સિક્કાઓના સંચાલન પાછળ વધી રહેલા અંત્યત ખર્ચને ધ્યાનમાં લઈ વિશ્વભરમાં ઘણી સેન્ટ્રલ બેંકો ડિજિટલ કરન્સી એટલે કે,CBDC લાવવા અંગેની વિચારણા કરી રહ્યું છે.

સેન્ટ્રલ બેંકની ડિજિટલ કરન્સીની શક્યતાના અભ્યાસ અર્થે એક ખાસ માર્ગદર્શિકા નિર્ધારિત કરવા માટેઆંતર વિભાગીય સમિતિની રચના પણ કરવામાં આવી ચૂકી છે.જે હેઠળ આ સમિતિ ડિજિટલ કરન્સી ચલણમાં લાવવા તેના ઉપયોગ અને વ્યવહાર સંબંધના વિગતોની જીણવટ પૂર્વક અભ્યાસ કરી રહી છે.

આ સમગ્ર બાબતને લઈને અભ્યાસ સમિતિએ જણાવ્યું હતુ કે, બિટકોઇન જેવી ડિજિટલ કરન્સી પાછળ બ્લોકચેન અથવા ડિસ્ટ્રિબ્યુટેડ લેસર ટેકનીકનો ઉપયોગ થાય છે. તેમનું મેક્રોઇકોનોમાં ખૂબ મહત્વ રહેલું છે અને આપણે પણ તેનો સ્વીકાર કરવાની જરૂર છે. અર્થવ્યવસ્થાના ફાયદા માટે તેને પ્રોત્સાહન આપવું જોઈએ તેમ અમારુ પણ માનવું છે.

CBDC એ એક લીગલ ચલણ છે,સોવરેન કરન્સી તરીકે ઉપલબ્ધ ડિજિટલ કરન્સી છે જે સેન્ટ્રલ બેંકની જવાબદારી હોય છે.આ બેંકની બેલેન્સશીટમાં નોંધાયું છે. આ એક ચલણનું ઇલેક્ટ્રોનિક રૂપ છે જે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી રોકડમાં રૂપાંતરિત અથવા બદલી શકાય છે.

સાહિન-