- આરબીઆઈની બેઠક આજે સમાપ્ત થઈ
- રેપો રેટમાં કોઈ જ ફેરફાર નહી
દિલ્હીઃ- ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજ રોજ સમાપ્ત થઈ ચૂકી છે. કેન્દ્રીય બેંકના ગવર્નર શક્તિકંતા દાસ એક પ્રેસ કોન્ફરન્સમાં સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની ઘોષણા કરી રહ્યા છે.
કોરોના વાયરસ મહામારીના કારણે સમગ્ર દેશની અર્થવ્યવસ્થાને અસર થઈ છે. આવી સ્થિતિમાં, સેન્ટ્રલ બેંકે કરેલી જાહેરાતો મહત્વપૂર્ણ સાબિત થાય છે.વર્ષ 2021-22ના સામાન્ય બજેટની રજૂઆત બાદ MPC ની આ પહેલી સમીક્ષા બેઠક છે. છેલ્લા ત્રણ નાણાકીય સમીક્ષા બેઠકોમાં એમપીસીએ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020 ના રોજ નીતિ દરમાં સુધારો કર્યો હતો.
આરબીઆઈની બેઠકની કેટલીક મહત્વની વાતો
- આરબીઆઈના ગવર્નર શક્તિકંતા દાસે નાણાકીય નીતિ સમિતિના સભ્યોનો આભાર માન્યો હતો.
- આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તે ચાર ટકા પર સ્થિતિ જોવા મળે છે. એમપીસીએ સર્વાનુમતે આ નિર્ણય લીધો છે. એટલે કે, ગ્રાહકોને ઇએમઆઈ અથવા લોન વ્યાજ દરો પર નવી રાહત મળી નથી.
- દાસે વધુમાં કહ્યું કે, રિવર્સ રેપો રેટ પણ સતત 3.35 ટકા રાખવામાં આવ્યો છે.
- આ સાથે, બેંક રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે 25 ટકા પર કાયમ રાખ્યો છે.
- માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી દર પણ 4.25 ટકા પર છે.
- આ સાથે, સેન્ટ્રલ બેંકે નાણાકીય વલણને ‘ઉદારવાદી’ રાખ્યું છે
- ભારતીય રિઝર્વ બેંકે આગામી નાણાકીય વર્ષ 2021-22માં દેશના જીડીપીમાં 10.5 ટકાનો વધારો થવાનું અનુમાન લગાવ્યું છે. બજેટમાં તેનો અંદાજ 11 ટકા હતો.
- આ સાથે જ જણાવ્યું હતું કે, અર્થવ્યવસ્થામાં સુધારો થવાના સંકેતો વર્તાઈ રહ્યા છે. વૃદ્ધિના દૃષ્ટિકોણમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમયે વિકાસને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
- શક્તિકાંત દાસે કહ્યું કે નાણાકીય વર્ષ 2020-21 ના ચોથા ક્વાર્ટરમાં ફુગાવાનો દર 5.2 ટકા જેટલો રહી થઈ શકે છે.
સાહિન-
tags:
RBI